Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના ભારે ઘટાડો નોંધાયો, જાણો અહીં ક્લિક...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટીવના ભારે ઘટાડો નોંધાયો, જાણો અહીં ક્લિક કરી

Face Of Nation, 22-11-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 45માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 148માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8488 નવા કેસ નોંધાયા છે અને 249 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12.510 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.

આજે નોંધાયેલા કેસ 538 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,18,443 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5080 કેસ નોંધાયા છે અને 40 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે દેશમાં 10,488 નવા કેસ નોંધાયા હતા અને 313 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 08 હજાર 413

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 22 હજાર 218

એક્ટિવ કેસઃ 1 લાખ 18 હજાર 443

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 598(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)