Home News ગેસ લીકેજ દુર્ઘટના : લોકો શ્વાસ નહોતા લઈ શકતા, જે જ્યાં ઉભા...

ગેસ લીકેજ દુર્ઘટના : લોકો શ્વાસ નહોતા લઈ શકતા, જે જ્યાં ઉભા હતા ત્યાં જ પડી ગયા

ફેસ ઓફ નેશન, 07-05-2020 : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામમાં ગુરુવારે વહેલી સવારે 3 વાગે કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીક થતાં 8 લોકોના મોત થયા છે. તેમાં એક બાળક પણ સામેલ છે. ગેસ એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાંથી લીક થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક હજારથી વધારે લોકો બીમાર પડ્યા છે.
લોકોએ જણાવ્યું કે, ગેસની અસર પ્લાન્ટની આજુબાજુા 3 કિલોમીટરના વિસ્તાર સુધી થઈ છે. જે જ્યાં હતા ત્યાં જ પડી ગયા. પોલીસ અને રાહત ટીમને લોકો સુધી પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે. ગોપાલપટ્ટનમ સર્કલની પોલીસે જણાવ્યું કે, તેમને અંદાજે 50 લોકો બેભાન અવસ્થામાં રોડ પર મળ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચવામાં ઘણી તકલીફ થઈ રહી છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ

આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ

આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ