Home Gujarat અમદાવાદીઓએ 6 દિવસમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો 19 લાખ દંડ ભર્યો ! હવે...

અમદાવાદીઓએ 6 દિવસમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો 19 લાખ દંડ ભર્યો ! હવે ડ્રાઈવના બે દિવસ બાકી

Face Of Nation 14-03-2022 :  ગુજરાતમાં તારીખ 5થી 15 માર્ચ સુધી રાજ્ય પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગરના ફરતા ચાલકો સામે કાર્યવાહી કરવા ખાસ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે.આ ડ્રાઇવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરેક પોલીસ સ્ટેશનદીઠ ટાર્ગેટ સોંપવામાં આવ્યા છે. જેના પગલે ટ્રાફિક પોલીસે છ દિવસમાં હેલ્મેટ પહેર્યા વગરના 1207 ચાલકોને પકડી પાડીને રૂ. 6.13 લાખનો દંડ ફટકાર્યા છે. જ્યારે સીટબેલ્ટ પહેર્યા વગરના 2636 કાર ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે રૂ. 13.19 લાખનો દંડ વસૂલ્યો છે.
પોલીસ સ્ટેશનમાં મેમાનો ટાર્ગેટ પૂર્ણ થયો નથી
ગુજરાતમાં હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગરના લોકો સામે લાલ આંખ કરવા પોલીસે 10 દિવસીય ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જો કે વીઆઇપી બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવાથી દંડનો ટાર્ગેટ પૂર્ણ કરી શકી નથી. હવે ડ્રાઇવના માત્ર બે દિવસ બાકી હોવાથી નિયમનોનું ઉલ્લઘંન કરતા ચાલકોને પકડીને ટ્રાફિક પોલીસે ટાર્ગેટ પૂર્ણ કરશે. મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં મેમાનો ટાર્ગેટ પૂર્ણ થયો નથી. હવે ડ્રાઇવના બે દિવસ બાકી હોવાથી પોલીસકર્મીઓ મનમૂકીને ટ્રાફિકના નિયમ ભંગ કરતા ચાલકો સામે લાલ આંખ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).