Face Of Nationમહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે. રવિવાર રાત્રે બસ અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છ જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.અકસ્માતમાં ઘાયલ થયેલા 20 પૈકી 8 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના શહાદા-ઔરંગાબાદ રોડ પર ધુલે જિલ્લાના દોંડાઈચા ગામની પાસે બની.આ દુર્ઘટના બાદ અનેક પ્રવાસી બસની કેબિનમાં ફસાઈ ગયા. મળતા અહેવાલ મુજબ બસ ઔરંગાબાદ તરફ જઈ રહી હતી જેમાં 45 પ્રવાસી સવાર હતા.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.આ પહેલા ગત મહિને મહારાષ્ટ્રના પુણે-બેંગલુરુ હાઈવે પર એક કાર અકસ્માતનો શિકાર બની હતી. કાશિલ ગામની પાસે થયેલા અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટના તે સમયે થઈ હતી જ્યારે ડ્રાઇવરે પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને કાર વૃક્ષ સાથે ટકરાઈ હતી.
Home Uncategorized મહારાષ્ટ્ર ધુલેમાં 45 મુસાફરો ભરેલી બસ સાથે કન્ટેનર ટકરાતા દર્દનાક અકસ્માત,10 નાં...