Face of Nation 13-12-2021: સુરતમાં અનાવલ-ભીનાર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે જ્યારે 2 લોકોને ગંભીર ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ તરફ સુરતના લિંબાયતમાં રવિવારની મોડી સાંજે હાઈટેન્શ લાઈનને કારણે એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને કરંટ લાગતા સ્મીમેરમાં હોસ્પિટલમાં સારવાર અર્થે જો કે સારવાર બાદ તેની તબિયતમાં સુધારો થયો હતો.
બનાસકાંઠાના ભીલડી રોડ ઉપર પણ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતમાં 13 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એકાએક ધડાકાભેર કાર છકડો રીક્ષા સાથે અથડાઈ હતી જેમાં છકડામાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, તો અક્સમાતમાં બે લોકોના મોત પણ થયા હતા.
મહત્વનું છે કે અકસ્માતના કિસ્સો પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાવિંગ સમયે બેદરકારી જવાબદાર હોય છે દેશ સહિત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમાં જાનહાનિ અને મોતના આંકડાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વાહન ચવાવતી વખતે સાવધાની એ જ સલામતની માર્ગ છે. વધુ પડતી સ્પીડ કે ડ્રાવિંગ સમયે ફોન પર વાત કરવું જોખમ રૂપ સાબિત થઈ શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)