Home News 48 વર્ષની મલાઈકાનો જલવો : ટ્રાન્સપન્ટ ગાઉન પહેરીને મલાઇકા “મિસ ઈન્ડિયા” ઈવેન્ટમાં...

48 વર્ષની મલાઈકાનો જલવો : ટ્રાન્સપન્ટ ગાઉન પહેરીને મલાઇકા “મિસ ઈન્ડિયા” ઈવેન્ટમાં પંહોચી, યુઝર્સે કહ્યું – ઉંમર જોઈને કપડાં પહેરો આંટી!

Face Of Nation 04-07-2022 : 48 વર્ષીય મલાઈકા અરોરાનો અંદાજ લાજવાબ છે. મલાઈકા હાલમાં જ મિસ ઇન્ડિયા 2022ની ઇવેન્ટમાં સામેલ થઈ હતી. મલાઈકાના લુકની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. મલાઈકાની તસવીરો ને વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.
મલાઈકા ટ્રાન્સપરન્ટ લુકમાં જોવા મળી
મલાઈકાના લુકની વાત કરીએ તો તે ટ્રાન્સપરન્ટ શિમરી ડીપ નેક ગાઉનમાં જોવા મળી હતી. ગોલ્ડન ડ્રેસમાં મલાઈકા ઘણી જ ગોર્જિયસ લાગતી હતી. મલાઈકાએ નેકલેસ તથા રિંગથી લુક કમ્પ્લિટ કર્યો હતો. મલાઈકા અરોરાના આ લુકે હોલિવૂડ સ્ટાર કિમ કાર્દેશિયનની યાદ અપાવી દીધી હતી.
સોશિયલ મીડિયામાં ડ્રેસને કારણે પણ ટ્રોલ
મલાઈકાએ ગળામાં મિડલ સ્ટોનવાળો નેકસેલ પહેર્યો હતો. આ નેકલેસ જોઈને ચાહકોને સલમાન ખાનના બ્રેસલેટની યાદ આવી ગઈ હતી. સો.મીડિયા યુઝર્સે મલાઈકાને બ્રેસલેટ કારણે ટ્રોલ કરી હતી. એક યુઝરે સવાલ કર્યો હતો કે આ તો સલમાન ખાનનું બ્રેસલેટ છે, ભૂલથી ઘરેથી લઈ આવી છે કે શું? તો અન્ય એક પોસ્ટમાં યુઝર્સે કહ્યું કે ઉંમર જોઈને કપડાં પહેરો આંટી. મલાઈકાનો આઉટફિટ સી-થ્રૂ હતો. આ જ કારણે સોશિયલ મીડિયા યુઝર્સે મજાક ઉડાવી હતી. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે, મલાઈકાએ વધુ પડતો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી લીધો છે. તો બીજીતરફ અર્જુન કપૂરે પોતાનો 37મો જન્મદિવસ લેડીલવ મલાઈકા અરોરા સાથે પેરિસમાં સેલિબ્રેટ કર્યો હતો. અર્જુન તથા મલાઈકા બર્થડે સેલિબ્રેશન માટે ખાસ પેરિસ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).