Home News ત્રિવેન્દ્રમ એક્સપ્રેસમાં લૂંટારુંઓનો પીછો કરતા માતા-પુત્રીનું ટ્રેનમાં પડી જવાથી મોત

ત્રિવેન્દ્રમ એક્સપ્રેસમાં લૂંટારુંઓનો પીછો કરતા માતા-પુત્રીનું ટ્રેનમાં પડી જવાથી મોત

Face Of Nation:ઉત્તર પ્રદેશના મથુરા જંકશનમાં માતા-પુત્રીનું બદમાશ લૂંટારુઓ સાથેના સંઘર્ષમાં દુખદાયક મોત નીપજ્યું હતું. દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશનથી ત્રિવેન્દ્રમ એક્સપ્રેસમાં સવાર માતા તેમની પુત્રીને મેડિકલમાં દાખલ કરવા રાજસ્થાનના કોટા જઈ રહી હતી. જ્યારે બે અજાણ્યા લોકોએ તેમને નિશાન બનાવ્યા ત્યારે આકાંક્ષાઓ પર પાણી ફરી વળ્યું હતુંઅત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, વૃંદાવન રોડ સ્ટેશન નજીક બદમાશ લૂંટારુઓએ માતા-પુત્રી પર હુમલો કર્યો હતો. ત્યારે બંને ઊંઘી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બંને બદમાશ લૂંટારુઓ સાથે જજુમી પડી હતી અને લૂંટારુઓ સાથેની લડત દરમિયાન બંને ટ્રેનમાંથી પડી ગયા હતા.ત્યારે હાઇ સ્પીડ ટ્રેનને કારણે બંનેનું મોત નીપજ્યું હતું. રેલ્વે અધિકારીઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લૂંટારુઓ ટ્રેનમાં હતા અને ચેન ખેંચીને ફરાર થઈ ગયા હતા. સંબંધિત પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હીથી કોટા પ્રવેશ માટે જતો પરિવાર મૂળ બંગાળના દુર્ગાપુરનો હતો.માતા અને પુત્રી સાથે પુત્ર પણ આ યાત્રા પર હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે દિલ્હીમાં રહેતા પરિવારોને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.