Home Religion ધૂળેટી રમ્યા બાદ ગયા હતા નદીમાં ન્હાવા; ભાણવડ પાસે આવેલી ત્રિવેણી સંગમ...

ધૂળેટી રમ્યા બાદ ગયા હતા નદીમાં ન્હાવા; ભાણવડ પાસે આવેલી ત્રિવેણી સંગમ નદીમાં ડૂબી જતાં પાંચના મોત

Face Of Nation 18-03-2022 : દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં આજે પાંચ મિત્રોના ડૂબી જવાથી મોત નિપજતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો ધુળેટીના પર્વ પર રંગોથી રમ્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે ગયા હતા. અહીં અકસ્માતે ડૂબી જતાં પાંચે’ય મિત્રોના મોત નિપજતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.આજે ધુળેટીનું પર્વ હોય ભાણવડના શિવનગર અને રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો રંગે રમ્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે પહોંચ્યા હતા. અહીં કોઈ કારણોસર પાંચે’ય મિત્રો ડૂબી જતાં મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા હતા. આજે ખુશીના પર્વ પર જ પાંચ જુવાન જોધ પુત્રોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).