Face Of Nation:અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ નથી અને તે વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યૂટીઓ)તરફથી મળી રહેલો દરજ્જોનો લાભ લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, તે હવે ભવિષ્યમાં આવું થવા દેશે નહીં. અમેરિકા ફર્સ્ટ નીતિ સાથે ચાલતા ટ્રમ્પ અમેરિકન ઉત્પાદનો પર વધુ કર વસૂલવાને લઇને ભારતની ટીકા કરી ચૂક્યા છે. દક્ષિણ એશિયન દેશને ટેક્સ લગાવવા મામલે સૌથી આગળ રહેનાર દેશ ગણાવ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે બિઝનેસ વોર ચાલી રહ્યો છે. ટ્રમ્પે ચીની વસ્તુઓ પર દંડાત્મક ટેક્સ લગાવ્યા બાદ ચીને પણ જવાબી કાર્યવાહી કરી છે. આ અગાઉ જૂલાઇમાં ટ્રમ્પે વિશ્વ વ્યાપાર સંગઠનને એ કહેવા જણાવ્યું છે કે તે કેવી રીતે કોઇ દેશને વિકાસશીલ દેશનો દરજ્જો આપે છે. આ પગલાનો હેતું ચીન, તુર્કી અને ભારત જેવા દેશો આ વ્યવસ્થાથી અલગ કરવાનું છે જેને વિશ્વ વ્યાપાર નિયમો હેઠળ રાહત મળી રહી છે.
ટ્રમ્પે અમેરિકન વ્યાપાર પ્રતિનિધિઓને અધિકાર આપતા કહ્યું કે, જો કોઇ વિકસિત અર્થવ્યવસ્થા ડબલ્યૂટીઓની ખામીઓનો લાભ ઉઠાવે છે. તે તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી શરૂ કરે. પેનસિલવેનિયામાં મંગળવારે એક સભામાં ટ્રમ્પે કહ્યું કે, એશિયાની બે મોટી અર્થવ્યવસ્થા ભારત અને ચીન હવે કોઇ વિકાસશીલ દેશ નથી રહ્યા અને તે ડબલ્યૂટીઓ પાસેથી લાભ લે શકે નહીં. જોકે, આ બંન્ને દેશ ડબલ્યૂટીઓ વિકાસશીલ દેશનો દરજ્જો હાંસલ કરી લાભ ઉઠાવી રહ્યા છે અને અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે.