Home World ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ધર્મ સાથે સંબંધ હોવાનું જણાવી ત્રીજીવાર મધ્યસ્થતાનો રાગ છેડ્યો

ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ધર્મ સાથે સંબંધ હોવાનું જણાવી ત્રીજીવાર મધ્યસ્થતાનો રાગ છેડ્યો

Face Of Nation:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરી કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થી થવામાં રસ દર્શાવ્યો છે. ટ્રમ્પે એક અમેરિકાની ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કાશ્મીર એક જટિલ સ્થિતિ છે. આ સમસ્યાનો ધર્મ સાથે પણ સબંધ છે. તમારી પાસે હિન્દુ છે અને તમારી પાસે મુસ્લિમ પણ છે. મને નથી લાગતુ કે આ બંને એક બીજા સાથે સારી રીતે રહી શકે. બંને દેશોની વચ્ચે મોટી મુશ્કેલીઓ છે. આ વાત દાયકાઓથી ચાલતી આવી છે. આ માટે હું મધ્યસ્થી કરી શકું છું અથવા તો પછી એના કરતા કઈક સારું.

ટ્રમ્પ અગાઉ પણ કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની વાત કરી ચૂક્યા છે. 22 જુલાઈના પાકના વડાપ્રધાન ઈમરાન ખાનના અમેરિકાના પ્રવાસ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે મોદી બે સપ્તાહ પહેલા તેમની સાથે હતા અને તેમણે કાશ્મીર મામલામાં મધ્યસ્થી બનવા અંગેની રજૂઆત કરી હતી. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન આપીને આ દાવાને ખોટો ગણાવ્યો હતો. સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાત થઈ નથી. ભારત તેના નિર્ણય પર કાયમ છે. પાકિસ્તાન સાથેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય વાતચીતથી હલ કરવામાં આવશે. બાદમાં 2 ઓગસ્ટે એક વાર ફરી રિપોર્ટ્સની સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો ભારત-પાક ઈચ્છશે તો તેમને મધ્યસ્થી થવાની ખુશી થશે.