ફેસ ઓફ નેશન, 01-04-2020 : અમેરિકાની એક ન્યુઝ ચેનલે કરેલા સર્વેના દાવામાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રમ્પ કોરોના વાઇરસ સામે લડવા તૈયારીમાં નહોતા. જે સરકારનું વહીવટી તંત્ર કોરોનાના કારણે દેશમાં એક થી બે લાખ લોકોના મોત થશે તેમ કહી રહ્યું હોય તેની તૈયારીઓને લઈને અનેક સવાલ ઉભા થાય તે સ્વાભાવિક છે. ટ્રમ્પની આ કામગીરીની અસર આવનારી ચૂંટણીમાં પણ થશે તેવું લોકો માની રહ્યા છે. એક સર્વેમાં 61 લોકોએ જણાવ્યું હતું કે, કટોકટી સમયે ટ્રમ્પ વાઇરસને ફેલાતો અટકાવવાની તૈયારીમાં નહોતા. 15 ટકા લોકોએ જણાવ્યું કે, મહદ અંશે તેઓ તૈયારી વિનાના હતા, 14 ટકા લોકોએ કહ્યું કે રાષ્ટ્રપતિ તૈયાર છે અને 18 ટકાએ કહ્યું કે, તેઓ કોઈક અંશે તૈયાર હતા. જો કે રાજકીય પક્ષો દ્વારા પ્રતિઉત્તરમાં ભારે બદલાવ જોવા મળ્યો હતો. 63 ટકા રિપબ્લિકન્સે જણાવ્યું હતું કે, ટ્રમ્પ તૈયાર થઇ ગયા છે, અપક્ષો પૈકી 65 ટકા લોકોએ કહ્યું પ્રમુખ બિલકુલ તૈયારી વિનાના છે જયારે 26 ટકા લોકોએ કહ્યું તે તૈયાર છે. એકંદરે 45 ટકા લોકોએ ટ્રમ્પની કાર્યશૈલી અને તેમના પ્રમુખપદને મંજૂરી આપી હતી જયારે 52 ટકા લોકોએ નામંજૂર કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વધતા જતા કોરોના વાઇરસના ફેલાવાને લઈને નાગરિકો ખુબ જ ડરી ગયા છે અને લોકો ભયના ઓઠા હેઠળ હાલ જીવી રહ્યા છે. એક તરફ આ રોગ 1 થી 2 લાખ લોકોના જીવ લેશે તેવા નિવેદનો થઇ રહ્યા છે તો બીજી બાજુ ન્યુયોર્ક, ન્યુજર્સી, કનેક્ટીકટ જેવા શહેરોમાં સતત વાઇરસ ગ્રસ્ત દર્દીઓના આંકડાઓ વધી રહ્યા છે. જેને લઈને સ્થાનિકો રીતસરના ફફડી રહ્યા છે છતાં હજુ સુધી ટ્રમ્પ સરકારે લોકડાઉન જેવા આકરા પગલાં લીધા નથી.
Exclusive : ભારતમાં પ્રથમ ત્રણ કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓ વુહાનથી આવી હતી
બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”