Home World અમેરિકા:ટ્રમ્પની ચેતવણી- પરમાણુ સમજૂતીનું ઉલ્લંઘન કરીને ઈરાનની મુશ્કેલીઓ વધી શકે

અમેરિકા:ટ્રમ્પની ચેતવણી- પરમાણુ સમજૂતીનું ઉલ્લંઘન કરીને ઈરાનની મુશ્કેલીઓ વધી શકે

IAEAના મહાનિર્દેશક યુકિયા અમાનોએ ઈરાનના 300 કિલો સંવર્ધિત યૂરેનિયમની સીમા પાર કરવાની પુષ્ટિ કરી હતી
વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે- જ્યાં સુધી ઈરાન પરમાણુ સમજૂતીનું ઉલ્લંઘન કરશે ત્યાં સુધી અમેરિકાનું પ્રેશર રહેશે

Face Of Nation:વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાનને સંવર્ધિત યૂરેનિયમની સીમા પાર નહીં કરાવવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના પરમાણુ કાર્યક્રમ અંતર્ગત યૂરેનિયમની સીમાને પાર કરશે તો તેમણે ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરમાણુ સમજૂતીનું ઉલ્લંઘન કરીને ઈરાન આગ સાથે રમી રહ્યું છે. ઈરાને કહ્યું હતું કે, અમે અમારો યૂરેનિયમ ભંડાર વધારીશું.

આ પહેલાં સોમવારે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના મહાનિર્દેશક યુકિયા અમાનોએ ઈરાને 300 કિલો સંવર્ધિત યૂરેનિયમ સીમા પાર કરવાની પુષ્ટિ કરી હતી. આ પહેલાં પણ વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, જ્યાં સુધી ઈરાન પરમાણુ સમજૂતીનું ઉલ્લંઘન કરશે ત્યાં સુધી અમેરિકાનું પ્રેશર રહેશે.

ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી: બ્રિટને પણ ઈરાનને આગામી સમયમાં આવું ન કરવાની ચેતવણી આપી છે. યૂએનએ કહ્યું છે કે, ઈરાને સમજૂતી અંતર્ગત તેમના વાયદા પર અડગ રહેવું જોઈએ. અમેરિકન રાષ્ટ્રપતિએ સંવર્ધિત યૂરેનિયમની સીમા વધારવા ઈરાનના નિર્ણય વિશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન સાથે ચર્ચા કરી હતી. ઈઝરાયલે પણ અમેરિકાને ઈરાન પર પ્રતિબંધ લગાવવા કહ્યું છે.

ઈરાને અમેરિકાના જાસુસી ડ્રોનને તોડી પાડ્યુંઃ ઓમાનની ખાડીમાં થોડા દિવસ પહેલાં હોરમુજ જલડમરુમધ્ય (સ્ટ્રેટ) પાસે બે તેલ ટેન્કરો અલ્ટેયર અને કોકુકા કરેજિયસમાં વિસ્ફોટ અને ઈરાન દ્વારા અમેરિકાના જાસુસી ડ્રોનને તોડી પાડવામાં આવ્યા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને 8 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરમાણુ સમજૂતીના અમુક નિયમોથી અલગ થવાની જાહેરાત કરી છે. ત્યારપછીથી આ સમજૂતી વિશે શંકાસ્પદ સ્થિતિ ઉભી થઈ છે.

2015માં અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ અને બ્રિટને એક સાથે આ સમજૂતી કરાર કર્યા હતા. સમજૂતી અંતર્ગત ઈરાને તેના પર લગાવાવમાં આવેલા આર્થિક પ્રતિબંધોને હટાવવાના બદલામાં પરમાણુ કાર્યક્રમને સીમિત કરવાની સહમતી દર્શાવી હતી.