Home World G 20માં મોદી સાથે મુલાકાત પહેલા ટ્રમ્પે ટ્વિટ કરી મુક્યું ટપકું,કહ્યું:ભારત અમેરિકન...

G 20માં મોદી સાથે મુલાકાત પહેલા ટ્રમ્પે ટ્વિટ કરી મુક્યું ટપકું,કહ્યું:ભારત અમેરિકન વસ્તુઓ પરથી હટાવે ટેક્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠકો કરશે અને શુક્રવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.

Face Of Nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં સામેલ થવા માટે ઓસાકા પહોંચી ગયા છે. ઓસાકા એરપોર્ટ મોદી-મોદીના નારાથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠકો કરશે અને શુક્રવારના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.

બંને નેતાઓની બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની વસ્તુઓ પર ભારત તરફથી નાખવામાં આવેલા ભારે ટેક્સને લઈને એક ટ્વિટ કર્યું છે. ટ્રમ્પે આ અંગે ટ્વિટ કરતા લખ્યું છે કે, “ભારતે વર્ષોથી અમેરિકાની વસ્તુઓ પર ભારે ટેક્સ લાદી રાખ્યો છે. એટલું જ નહીં તાજેતરમાં પણ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. હું આ અંગે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કરવાની ઈચ્છુક છું. આ અસ્વીકાર્ય છે. અમેરિકાની વસ્તુઓ પરનો ટેક્સ વધારો પાછો ખેંચવો જ જોઈએ.”