અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારે કહ્યું કે તેમણે ઇરાન પર સૈન્ય કાર્યવાહી એટલે ન કરી કારણ કે આમાં 150 સામાન્ય નાગરિક મરી જાત.
Face Of Nation:અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારે કહ્યું કે તેમણે ઇરાન પર સૈન્ય કાર્યવાહી એટલે ન કરી કારણ કે આમાં 150 સામાન્ય નાગરિક મરી જાત. ગુરૂવારે ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું હતું. જે પછી બંન્ને દેશો વચ્ચે સંબંધ વધારે ખરાબ થઇ ગયા છે. આ પછી યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઇ ગઇ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની ઇરાન પર ત્રણ જગ્યાએ હુમલો કરવાની યોજના હતી. આ મામલા પર ઇરાનનું કહેવું છે કે ડ્રોને તેના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે વોશિંગટને કહ્યું કે ડ્રોન ઇન્ટરનેશનલ એરસ્પેસમાં તોડી પાડવામાં આવ્યું. ટ્રમ્પે એનબીસીનાં મીટ ધ પ્રેસ પ્રોગ્રામનાં એક ઇન્ટરવ્યૂ દરમિયના વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, ‘મને આ સારૂં નથી લાગતું.’