Face Of Nation 03-04-2022 : રશિયા યુક્રેન વચ્ચે રહેલા યુદ્ધને આજે 39મો દિવસ છે ત્યારે રાજધાની કીવની આજુબાજુના વિસ્તારોને રશિયાની સેના ખાલી કરી રહી છે. અનેક વિસ્તારોમાં હૃદય કંપની ઉઠે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજધાની કીવની નજીક એક માર્ગ ઉપરથી 20 મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબાએ આતંકવાદી સંગઠન ISIS સાથે રશિયાની તુલના કરી છે. દિમિત્રીએ કહ્યું- બુચા શહેરથી પીછેહઠ કરતી વખતે રશિયાના સૈનિકો ગુસ્સામાં સામાન્ય નાગરિકોની હત્યા કરી રહ્યા હતા. આ લોકો તેમનો વિરોધ પણ કરી શકતા ન હતા. રશિયા ISIS કરતાં પણ ખરાબ છે. રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં પોતાની રણનીતિ બદલી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. યુક્રેનનો દાવો છે કે આ લોકોના હાથ પાછળથી બાંધી તેમના માથામાં ગોળીઓ મારવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે જે મૃતદેહો મળી આવ્યા છે તેમા પુરુષો અને મહિલાઓ તથા 14 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
પુતિન પર વિજય પ્રાપ્તિનું દબાણ
રશિયા હવે યુક્રેનની રાજધાની કીવ પરથી નજર હટાવીને ડોનબાસ અને પૂર્વીય યુક્રેનના અન્ય પ્રદેશો પર મે મહિના સુધીમાં અંકુશ મેળવવા માટે ફોકસ કરી રહ્યું હોવાનું યુએસ ઈન્ટેલિજન્સના એસેસમેન્ટ્સમાં જણાવાયું હોવાનું કેટલાક યુએસ અધિકારીઓએ જણાવ્યું છે. હવે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન પર વિજય પ્રાપ્તિનું દબાણ છે. એવામાં પૂર્વીય યુક્રેનના પ્રદેશો છે જ્યાં રશિયન સેના હાવિ થઈ શકે છે અને એમ કરીને પુતિન વિજેતા બન્યાનો દાવો કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).