Home News બે બાઇક ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત, 23 વર્ષનાં યુવાનનું મોત

બે બાઇક ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત, 23 વર્ષનાં યુવાનનું મોત

Face Of Nation, 16-08-2021: અમદાવાદ શહેરના સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર 15મી ઓગસ્ટની રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બે બાઈક સામસામે અથડાતા એક 23 વર્ષના બાઈકસવાર યુવકનું મોત થયું છે. જ્યારે બીજા બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાતા ગંભીર છે. બંનેને 108ની મદદથી મણિનગરની એલજી હોસ્પિટલ સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના બનાવ બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો. ખોખરા પોલીસના કાફલાએ ઘટના પર આવીને ટ્રાફિક જામને ખુલ્લો કરીને આઈ ડિવીઝન પોલિસને સુચિત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે,ગઇકાલે રવિવારે રાતના સમયે સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક યુવકની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. તેની બાઇકનાં નંબર પરથી તેના પરિવાર સુધી પહોંચી શકાશે. જ્યારે બીજા બાઈક પરનું દંપતી પર રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. દંપતીની હાલ એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ ગોઝારો અકસ્માત થયા બાદ CTM રામોલ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને પગલે ઘટનાસ્થળે પહોંચેલી ખોખરા પોલીસે ભારે જેહમત બાદ ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો. અકસ્માત અંગે આઈ ડિવિઝન પોલીસને સૂચિત કરીને ખોખરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)