Home World જોડિયા સાપ : દક્ષિણ આફ્રિકામાં બે મોઢાવાળા સાપનું કરાયું રેસ્ક્યુ, 10 હજાર...

જોડિયા સાપ : દક્ષિણ આફ્રિકામાં બે મોઢાવાળા સાપનું કરાયું રેસ્ક્યુ, 10 હજાર પૈકી એકને હોય છે બે મોઢા! બે માથાવાળા સાપ લાંબા નથી જીવ શકતા!

Face Of Nation 02-07-2022 : આપણે ઇન્ટરનેટ પર કંઈક ને કંઈક સર્ચ કરીએ છીએ તો ઘણાં પ્રકારના દુર્લભ જીવ જોયા હશે, પરંતુ શું તમે ક્યારે પણ બે મોઢાવાળો સાપ જોયો છે? વાંચીને આશ્ચર્ય થયું ને? પણ આ સાચું છે. આવો જ એક સાપ દક્ષિણ આફ્રિકાના એક શહેરમાંથી પકડવામાં આવ્યો છે. આ સાપ ઘસડતો-ઘસડતો એક વંડામાં ઘુસી ગયો હતો. માલિકની નજર પડતા તેને બોટલમાં પકડી લેવામાં આવ્યો હતો.
ગળામાં ઇંડા તોડવાની ક્ષમતા ધરાવે છે
ફેસબુક પોસ્ટ દ્વારા, ઇવાન્સે માહિતી આપી કે તે સાપની એક પ્રજાતિનું નામ સદર્ન બ્રાઉન એગ-ઇટર છે, જે મનુષ્ય માટે કોઈ જોખમરૂપ નથી, આ સાપ બિન ઝેરી છે અને તેની લંબાઈમાં 30 ઇંચ સુધી વધી શકે છે. સદર્ન બ્રાઉન એગ-ઇટરને દાંત હોતા નથી અને તેઓ એક સાથે અનેક ઈંડા તોડી શકે છે અને ગળી શકે છે. કેટલીકવાર તો આ ઇંડા જ ગળી જાય છે. તેઓ તેમના ગળામાં ઇંડા તોડવાની ક્ષમતા ધરાવે છે.
દર 10 હજાર સાપ પૈકી એક 1 સાપ બે મોઢાવાળો
ઇવાન્સે જણાવ્યું હતું કે, આ પકડાયેલા સાપની લંબાઈ માત્ર 30 સેન્ટિમીટર છે, એટલે કે તે એક બચ્ચું જ છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે, બે મોઢાવાળા સાપનું જીવન ખૂબ મુશ્કેલ છે. તેમને ફરવું મુશ્કેલ લાગે છે કારણ કે એક માથું બીજી દિશામાં અને બીજું કોઈ બીજી દિશામાં જવા માંગે છે. ઇવાન્સે જોયું કે આ સાપ જ્યારે આરામ કરી રહ્યા હોય ત્યારે એક માથાની ઉપર બીજું માથું રાખી દે છે.
બે માથાવાળા સાપ લાંબુ જીવી શકતા નથી
પર્યાવરણમાં બે માથાવાળો સાપ જોવો ખૂબ જ દુર્લભ છે. સાપની આ સ્થિતિને બાયસેફલી કહેવામાં આવે છે. અર્થ- આ સાપ જોડિયા છે, જેમનું શરીર જન્મ પહેલાં અલગ થઈ શકતું નથી. આ ઘટના દર 10,000 સાપમાં એક વાર જન્મે છે. બે માથાવાળા સાપ લાંબા સમય સુધી જીવી શકતા નથી.
આ સાપનો અભ્યાસ એક્સપર્ટ દ્વારા કરાશે
આ સાપનો અભ્યાસ કરનાર ઇવાન્સે જણાવ્યું હતું કે, જો સાપના બંને માથા એક જ દિશામાં જાય તો પણ તેઓ સ્પીડ પકડી શકતા નથી. આ કારણે બે મોઢાવાળા સાપ સરળતાથી મોટા પ્રાણીનો શિકાર બની શકે છે,આ કારણે સાપને નિષ્ણાતો પાસે રાખવામાં આવ્યો છે. જેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય અને તેનો અભ્યાસ પણ કરી શકે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).