Face Of Nation, 20-10-2021: યુકેએ ફેસબુક પર આ કાર્યવાહી સૂચનાના ભંગના રિપોર્ટ્સને લઇને કરી છે. ફેસબુક પર આરોપ છે કે તેણે GIF પ્લેટફોર્મ જિફી ને ખરીદવામાં નિયમોનો ભંગ કર્યો હતો જેના કારણે કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે.(4,35,43,00,000 રૂપિયાથી વધુ)થી વધુનો દંડ ફટકાર્યો
ધ કંમ્પીટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી તરફથી કહેવામાં આવ્યું કે ફેસબુકે જાણીજોઇને અમારા આદેશનો ભંગ કર્યો છે. એટલા માટે આ દંડ તેમના માટે એક ચેતવણી સમાન છે. ફેસબુકને એ મેસેજ આપવામાં આવ્યો છે કે કોઇ પણ કંપની કાયદાથી ઉપર નથી.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક ઇન્ક આગામી સપ્તાહે મેટાવર્સના નિર્માણ પર પોતાનું ધ્યાન પ્રતિબિંબિત કરવા માટે નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાની યોજના બનાવી રહી છે, the Verge એ મંગળવારે આ બાબતની સીધી જાણકારી ધરાવતા સ્રોતને ટાંકીને અહેવાલ આપ્યો હતો.
Verge એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરના રોજ કંપનીની વાર્ષિક કનેક્ટ કોન્ફરન્સમાં નામ બદલવાની વાત અંગે ચર્ચા કરશે પરંતુ તે પહેલા જ નામની જાહેરાત થઈ શકે છે.અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે, રિબ્રાન્ડિંગ સંભવત ફેસબુકની સોશિયલ મીડિયા એપને પેરેન્ટ કંપની હેઠળની ઘણી પ્રોડક્ટ્સમાં સ્થાન આપશે, જે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસ અને વધુ જેવા જૂથોની દેખરેખ રાખશે.
ફેસબુકે બ્લોગપોસ્ટમાં લખ્યું, ‘આ metaverse માં નવી સર્જનાત્મક, સામાજિક અને આર્થિક શક્યતાઓના દરવાજા ખોલવાની ક્ષમતા છે અને યુરોપિયનો તેની શરૂઆતથી જ તેને આકાર આપવા માટે કામ કરશે. આજે અમે આગામી પાંચ વર્ષમાં યુરોપિયન યુનિયનમાં 10,000 અત્યંત કુશળ નોકરીઓ ઉભી કરવાની જાહેરાત કરી રહ્યા છીએ. ફેસબુકે કહ્યું છે કે તેમાં ભરતી હેઠળ ‘અત્યંત વિશિષ્ટ ઈજનેરો’ સામેલ થશે, પરંતુ આ સિવાય તેણે કોઈ માહિતી આપી નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)