Face Of Nation 19-07-2022 : છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદ બાદ બે દિવસ વિરામ લીધો હોય એ રીતે ફરી ઝરમર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. જોકે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે એનીની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કુદાવી જતાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી 1.89 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે. કોઝવે ખાતે તાપી નદીની સપાટી વધીને 7.72 મીટરે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા તાપી નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
વરસાદે વિરામ લીધો, તાપી નદી બે કાંઠે
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધીમી ધારે ઝરમર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. હળવા વરસાદ વચ્ચે ખેડૂતોએ કરેલા રોપણ અને સૂર્યપ્રકાશ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો શહેરમાં સવારે ઝરમર વરસાદ વરસતાં કામધંધે જતા લોકોને રેઇનકોટ પહેરવાની અને છત્રી લઈને નીકળવાની ફરજ પડી હતી. તો બીજીતરફ ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, સાથે જ નીચાણવાળા વિસ્તારને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સુરતનો કોઝ-વે ઓવરફ્લો થઈને 7.72 મીટરની સપાટીએ વહી રહ્યો છે. એને કારણે નદીનાં નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યાં છે.
13 દરવાજા ખોલાયા
ઉકાઈ ડેમના ઉપરવાસમાથી પાણીની આવક યથાવત્ રહી છે. ડેમની સપાટી રૂલ લેવલ પર પહોંચતાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હાલ ડેમમાંથી 1,89,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 87,548 ક્યુસેક પાણીની આવક છે. ડેમના કુલ 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. 10 દરવાજા 10 ફૂટ જ્યારે 1 દરવાજા 8 ફૂટ અને 2 દરવાજા 7 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).