Face Of Nation 28-02-2022 : રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા જંગનો આજે પાંચમો દિવસ છે. સવારથી જ કીવની આસપાસના વિસ્તારમાં રશિયાના હુમલા ચાલું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, રશિયા સૈનિકો આખી ફોર્સ સાથે કીવ પર કબ્જો કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ બની રહેલી હાલતને જોતા એવું લાગી રહ્યું છે.
રાષ્ટ્રપતિની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યું છે
આ તમામની વચ્ચે એક અખબારના હવાલેથી વિગતો મળી રહી છે કે, રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યું છે, કહેવાય છે કે, રાજધાની કીવમાં 400 રશિયાઈ આતંકી અડ્ડો જમાવીને બેઠા છે અને તે યુક્રેની રાષ્ટ્રપતિની હત્યા કરવા માટે મોકલ્યા છે.
મુખ્ય શહેરોમાં ક્રૂઝ મિસાઈલોથી હુમલા કરી રહ્યું છે
યુક્રેનમાં હુમલા સતત વધી રહ્યા છે. રશિયા સેનાએ યુક્રેનના કેટલાય શહેરો પર કબ્જો કરી લીધો છે. યુક્રેનના મુખ્ય શહેરોમાં ક્રૂઝ મિસાઈલોથી હુમલા કરી રહ્યું છે. રશિયા સૈનિકોના હુમલામાં શનિવાર સુધી યુક્રેનમાં ત્રણ બાળકો સહિત 198 નાગરિકોના મોત થઈ ગયા છે. જ્યારકે અત્યાર સુધીમાં 1684 લોકો ઘાયલ પણ થયા છે.
આગામી 24 કલાકમાં યુદ્ધ ખૂબ જ મહત્વનું રહેશે
તો વળી યુક્રેનના સૈનિકો અને લોકો પણ દુશ્મનોને બરાબરની ટક્કર આપી રહ્યા છે. ટાંચા સાધનોના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ સતત દુનિયાના દેશો પાસેથી મદદ માગી રહ્યા છે. આ તમામની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ રવિવારે સાંજે બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આગામી 24 કલાકમાં યુદ્ધ ખૂબ જ મહત્વનું રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized રશિયા-યુક્રેન યુદ્ધમાં સૌથી મોટો ઘટસ્ફોટ : ‘પુતિન મને મારવા માંગે છે’ યુક્રેનના...