Home World 10 દિવસમાં જ 1 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો સૈન્યમાં જોડાયા

10 દિવસમાં જ 1 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો સૈન્યમાં જોડાયા

Face Of Nation 06-03-2022 : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકા પાસેથી શસ્ત્રો માંગ્યા છે. છેલ્લા 10 દિવસમાં એક લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો સૈન્યમાં જોડાયા છે. તમામને પ્રારંભિક તાલીમ આપ્યા બાદ તેમને મોરચા પર તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકાને વધુ હથિયારો આપવા અપીલ કરી છે.
રશિયાના હુમલાથી ગેસ સંકટ સર્જાયું, 16 ગેસ સપ્લાય સ્ટેશન બંધ
યુક્રેનમાં રશિયાના હુમલાથી ગેસ સંકટ સર્જાયું છે. તમને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં ત્યાં ઘણી ઠંડી પડી રહી છે. રશિયા દ્વારા 6 વિસ્ફોટોને કારણે યુક્રેનના ગેસ ટ્રાન્સમિશન સિસ્ટમના 16 ગેસ સપ્લાય સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે. રશિયાના મોટા આક્રમણ બાદ ઓપરેટરે આ નિર્ણય લીધો છે.
રશિયાએ ખાર્કિવમાં ફરીથી હવાઈ હુમલો કર્યો
રશિયાની સેનાએ ફરી એકવાર ખાર્કિવને નિશાન બનાવ્યું છે. રશિયાની સેનાએ ત્યાં હવાઈ હુમલો કર્યો છે. જણાવી દઈએ કે આના કારણે ઘણી ઈમારતોમાં આગ લાગી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).