Face Of Nation, 17-11-2021: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનુ જાસપુર ખાતે 22 નવેમ્બરે મહાયજ્ઞનું આયોજન કરાયું છે. તો યજ્ઞના બીજા દિવસથી વિશ્વનુ સૌથી ઉંચા ઉમિયા મંદિરનું નિર્માણકાર્ય શરૂ થઇ જશે. તો આગામી 20 તારીખે મહા ભૂમિપૂજનમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ, નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા હાજર રહશે. 74 હજાર વાર ચોરસ મીટર જમીનમાં 1500 કરોડના ખર્ચે પ્રોજેક્ટ બનશે. ભૂમિપૂજનમાં ધાર્મિક સંતો મહંતો, રાજસ્વી મહેમાનો, દાતા શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ વિગેરેની ઉપસ્થિતિમાં ધામધૂમથી ભવ્યાતિભવ્ય રીતે ભૂમિપૂજન થશે. આ કાર્યક્રમ અમદાવાદના આંગણે સૌ પ્રથમવાર મા ઉમિયાનો સૌથી મોટો ધાર્મિકોત્સવ બનશે.
ગુરુકુલથી જાસપુર સુધીની શોભાયાત્રા યોજવામા આવશે. સાથે જ વ્યસનમુક્તિ, કોરોના જાગૃર્તી, બેટી બચાવો અભિયાન માટે બાઈક રેલી પણ યોજવામા આવશે.
તો મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે પ્રકારનુ મંદિર બનવાનુ છે, એ પ્રર્તિકુતી 31 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. 51 ફુટની હાઈટ પરમાં ઉમિયાની પ્રતિમા બેસાડવામા આવશે. જેમા ગંગાજળ સહિત અનેક જગ્યાથી પાણી લાવીને મંદિરના ગર્ભગૃહ નિર્માણમાં પવિત્રતા ઉપયોગમાં લેવામા આવશે.
આગામી 20 તારીખે અમદાવાદમાં ફરી પાટીદાર પાવર દેખાશે. 1500 કરોડના ખર્ચે તૈયાર થનાર મોટા પ્રાજેક્ટમાં રાજ્યના CM થી લઇ તમામ રાજકીય આગેવાનો હાજર રહેશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનુ જાસપુર ખાતે 22 નવેમ્બરે મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સાંજે મહાઆરતીમાં રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા બાદ વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન આવી રહ્યા છે. તો CM ભુપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રી પણ આ મહાયજ્ઞમાં હાજર રહશે. CM ભુપેન્દ્ર પટેલનો વિશેષ સત્કાર કરવામાં આવશે.
ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન આર.પી.પટેલ જણાવ્યું હતું કે યજ્ઞના બીજા દિવસથી મંદિરનુ નિર્માણકાર્ય શરૂ કરી દેવામા આવશે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભુમીપુજન કરવામાં આવ્યું હતુ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)