Home News અમદાવાદ : દુર્ગંધ મામલે કોર્પોરેશનનો પાયાવિહોણો ખુલાસો, ખોરજમાં લાગેલી આગની દુર્ગંધ અમદાવાદમાં...

અમદાવાદ : દુર્ગંધ મામલે કોર્પોરેશનનો પાયાવિહોણો ખુલાસો, ખોરજમાં લાગેલી આગની દુર્ગંધ અમદાવાદમાં કેવી રીતે ફેલાઈ ?

ફેસ ઓફ નેશન, 05-05-2020 : અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. ફાયર વિભાગે આ દુર્ગંધ મામલે સત્ય જાણવા અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ તપાસના અંતે એવા અનુમાન ઉપર આવ્યા હતા કે, ગરમીના કારણે આ દુર્ગંધ ગટરમાંથી આવતી હોઈ શકે તેમ છે. આ સમગ્ર મામલે જેની જવાબદારી છે તેવી જીપીસીબી કે પીસીઆઈએ કોઈ પણ પ્રકારનો ખુલાસો ન કર્યો અને કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ એવો ખુલાસો કર્યો કે, આ દુર્ગંધ ખોરજમાં લાગેલી દવાના કન્ટેનરની આગના કારણે ફેલાઈ છે. જે થોડા દિવસોમાં દૂર થઇ જશે. જો કે ફેસ ઓફ નેશનના ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે, નેહરાનો આ ખુલાસો પાયાવિહોણો અને લોકોને ગોળી પીવડાવવા જેવો છે.
અમદાવાદ ફાયર કંટ્રોલરૂમમાંથી જાણવા મળ્યા મુજબ, ખોરજમાં તારીખ 02/05/2020ના રોજ દવાના કન્ટેનરમાં આગ લાગી હતી. સવારના સમયમાં લાગેલી આ આગ ગાંધીનગર અને અમદાવાદના ફાયર બ્રિગેડ દ્વારા કાબુમાં લઈ લેવામાં આવી હતી. બપોર થતા થતા તો આ આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુમાં લઇ લેવામાં આવી હતી. એ જ દિવસે ફાયર કંટ્રોલ રૂમને સાઉથ બોપલ, પ્રહલાદનગર, સોલા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારોમાંથી દુર્ગંધથી ફરિયાદો આવી હતી. જો કે અહીં નોંધનીય બાબત એ છે કે, કંટ્રોલરૂમને હજુ સુધી ખોરજની નજીક આવેલા વિસ્તારો જેવા કે, ખોડિયાર, અદાણી શાંતિગ્રામ, જાસપુર, ગોદરેજ ગાર્ડન સીટી, છારોડી કે ખોરજ ખોડિયારની આસપાસના વિસ્તારોમાંથી કોઈ પણ પ્રકારની આવી ફરિયાદ આવી નહોતી. આ મામલે ગાંધીનગર ફાયર વિભાગના મહેશ મોડનો પણ સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ખોરજ કે તેની આસપાસ ગાંધીનગરની હદમાં આવતા કોઈ વિસ્તારોમાં આવી ફરિયાદો આવી નથી.
હવે સવાલ એ થાય છે કે, ખોરજમાં લાગેલી આગની દુર્ગંધ તેની આસપાસના વિસ્તારોમાં ન ફેલાઈ અને છેક અમદાવાદના થલતેજ, આંબાવાડી, સરખેજ, વેજલપુર, નારણપુરા, માણેકબાગ, શ્યામલ ચાર રસ્તા, કાંકરિયા, ખાડિયા સહિતના વિસ્તારોમાં ફેલાઈ ? સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હકીકતે આ જે દુર્ગંધ હતી તેને અને આગની ઘટના સાથે કોઈ લેવા દેવા જ નથી. દુર્ગંધ મામલે જીપીસીબી અને પીસીઆઈએ તપાસ કરીને ખુલાસો આપવાનો હોય તેમ છતાં કોર્પોરેશન કેમ આ પ્રશ્ને ખુલાસામાં ઉતરી પડ્યું તે પણ એક સવાલ છે. વિજય નેહરાએ કેમ આવો ખુલાસો રજૂ કર્યો તે પણ એક સવાલ છે. જો કે હજુ સુધી આ દુર્ગંધનું તથ્ય જાણી શકાયું નથી. મ્યુ. કમિશનરે રજૂ કરેલું તથ્ય ગળે ઉતરે તેમ નથી. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

મોદી દેશને સંબોધન કરશે તે અંગેના અહેવાલો અંગે વાંચો આ સમાચાર

અમદાવાદ : દારૂના નશામાં રહેલા યુવકને પોલીસ સ્ટેશન લાવવામાં આવતા તેણે આપઘાત કરી લીધો, Video

અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી, જુઓ Video