Face Of Nation, 28-08-2021: ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાત પહોંચશે. કોરોનાની વેક્સિન – COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતે આવેલા પ્લાન્ટની મુલાકાત કરશે.
ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વર ખાતે પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટમાં બનેલી COVAXINની સૌપ્રથમ બેચને આવતીકાલે સ્વાસ્થ્ય મંત્રીશ્રી દ્વારા રિલીઝ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેશમાં માત્ર એક જ દિવસમાં 1 કરોડ કરતાં વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લગાવાયા અને ‘દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવ’માં એક ઐતિહાસિક કીર્તિમાન સ્થપાયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેની મુલાકાત અત્યંત મહત્વની ગણી શકાય કારણ કે સૌ પ્રથમ વેક્સિન બેચની રિલીઝ સાથે COVAXIN ના ઉત્પાદનમાં પણ ઝડપી વધારો થશે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘ બધાને વેક્સિંન, મફત વેક્સિન’ ના સંકલ્પ ને દ્રઢતા મળશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)