Face Of Nation 06-06-2022 : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે મુલાકાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે કામ થઇ રહ્યું છે તેની તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ સાથે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા હતા. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે, સમગ્ર પ્રોજેક્ટ ઉપર ખૂબ જ ઝડપથી કામ થઇ રહ્યું છે.પત્રકાર પરિષદને સંબોધતા કેટલાક મહત્વના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બુલેટ ટ્રેનને લઈને તેમણે ચાલી રહેલી ઝડપી કામગીરીની સમીક્ષા કરી હતી. ઝડપથી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એ પ્રકારની વાતો કરતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તો બુલેટ ટ્રેન દોડતી શક્ય લાગી રહ્યું નથી. કારણ કે આ પ્રોજેક્ટમાં ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી કામ કરવા પડે છે. બુલેટ ટ્રેન 300 કિમીની ઝડપે દોડનાર છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેને જોડાવામાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ન આવે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રની સરકાર બુલેટ ટ્રેનના વિરોધમાં
મહારાષ્ટ્રમાં હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બંધ સ્થિતિમાં છે. આ બાબતે વાત કરતાં તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની પ્રજા તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઈચ્છી રહી છે. પરંતુ ત્યાંની સરકારને માનસિકતા કઈક અલગ છે. જ્યારે લોકોનું દબાણ તેમના ઉપર આવશે. ત્યારે સ્વાભાવિક રીતે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં પણ શરૂ થશે.ત્યાંની સરકાર બુલેટ ટ્રેનનું કામ કરવા જઇ રહી નથી.
સુરત રેલવે સ્ટેશનને વિકસાવાશે
સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ બનાવવા માટે હજી સુધી કોઈ સફળતા મળી નથી. તે બાબતે પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે, રેલ્વે સ્ટેશનને ડેવલપ કરવા માટે ખૂબ જ આધુનિક ટેકનોલોજીની જરૂર પડે છે. તેના માટે અનુભવ પણ ખૂબ જરૂરી છે. ભોપાલનું રેલ્વે સ્ટેશન બન્યા બાદ હવે સુરતનું સ્ટેશન પણ તૈયાર થશે. ઉધના રેલવે સ્ટેશનના ટેન્ડર ખુલી ગયા છે હવે સુરત રેલ્વે સ્ટેશનના ટેન્ડર પણ ખુલી જશે.
150 કિમી પર કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આંત્રોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે કામગીરી થઇ રહી છે તેની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થઈ રહ્યું છે. 2026 સુધી સુરતથી બીલીમોરા સુધી પહેલી બુલેટ ટ્રેન શરૂ થઈ જાય તેવી આશા છે. અમદાવાદ-મુંબઈ રૂટ પર 61 કિલોમીટર ઉપર પીલર મુકાય ગયા છે તેમજ 150 કિમી ઉપર કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે.
રેલવેમંત્રીએ ઉપસ્થિત શ્રમિકોનો ઉત્સાહ વધાર્યો
શ્રમિકોને સંબોધતા તેમણે જણાવ્યું કે, દેશના કોઈ પણ ખૂણે કામ કરતાં શ્રમિકો ‘વન નેશન, વન રેશન’ યોજના હેઠળ કામના સ્થળે અનાજ મેળવી શકે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સેવા અને સર્વના વિકાસની ભાવના સાથે કેન્દ્ર સરકાર કાર્યરત છે એમ જણાવી હાઈસ્પીડ રેલવેની કામગીરીને નિયત સમયમાં આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ ઉમેર્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat સુરત-બિલીમોરા દોડશે બુલેટ ટ્રેન; રેલવેમંત્રી કહ્યું- આગામી લોકસભા ચૂંટણી પહેલા બુલેટ ટ્રેન...