Home News અમેરિકા પણ જે ના કરી શક્યું તે GUJARAT સરકારે કરી બતાવ્યું, સૌથી...

અમેરિકા પણ જે ના કરી શક્યું તે GUJARAT સરકારે કરી બતાવ્યું, સૌથી વધુ…

Face of Nation 06-12-2021:  વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર ૧૦૦ ની વસ્તીએ ગુજરાતમાં ૧૬૯.ર વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. જે વિશ્વના વિકસીત દેશો કરતાં પણ વધારે છે. ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ ૧૦૦ વ્યક્તિએ ૧૬૯.ર વેક્સિન ડોઝ અપાયા છે, તેની તુલનાએ ફ્રાન્સમાં ૧૬૬.૯, યુ.એસ.એ માં ૧૩૮.૪, જર્મની ૧પ૩.૬, કેનેડા ૧૬૪.૭, ઇટલી ૧પ૯, નેધરલેન્ડ ૧૬૮.૮ ડોઝની સંખ્યા ધરાવે છે.

ગુજરાત કરતાં અન્ય જે રાષ્ટ્રોમાં આવી સંખ્યા ઓછી છે, તેમાં ફિનલેન્ડ ૧૬૭.પ, સ્વીડન ૧૬પ.૮, મેકસીકો ૧પ૭.૯ તેમજ સ્વીત્ઝરલેન્ડ ૧૪૮.૮, સાઉદી અરેબિયા ૧૪૭.૯, હંગેરી ૧૩૭, વિયેટનામ ૧૩૦.૭ અને રશિયા ૧૦૭.૩ નો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં હાથ ધરાયેલા હર ઘર દસ્તક અભિયાનને ગુજરાતમાં સઘન બનાવી આરોગ્ય કર્મીઓ-ફ્રન્ટલાઇન વર્કર્સની વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અનોખી સિદ્ધિ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાનથી માંડી હેલ્થકેર વર્કર સુધીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રસીકરણ મામલે દેશનાં અન્ય રાજ્યોની તુલનાએ પણ અગ્રણી રહ્યું છે. રસીકરણ શરૂ થતાની સાથે જ રાજ્ય સરકારના નિર્દેશથી ખુબ જ અગ્રેસીવ ટેસ્ટિંગ અને રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. બીજા વેવ દરમિયાન પણ રસીકરણને અગ્રેશનથી જ ચાલુ રાખવામાં આવ્યું હતું. વિવિધ સોસાયટીઓમાં કેમ્પ કરીને અને ચાર રસ્તાઓ પર ટેસ્ટિંગ કેમ્પમાં પણ રસીકરણ સાથો સાથ ચાલુ રાખવામાં આવ્યું હતું. જેના પગલે ગુજરાતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)