Home News રાજ્યમાં સાર્વત્રિક વરસાદ:છેલ્લા 24 કલાકમાં વરસાદે રાજ્યના 31 જિલ્લાઓને કર્યા તરબોળ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ:છેલ્લા 24 કલાકમાં વરસાદે રાજ્યના 31 જિલ્લાઓને કર્યા તરબોળ

Face Of Nation:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ધીરે ધીરે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સોમવારે રાજ્યના 31 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. જોકે, વરસાદની માત્રા ઓછી જોવા મળી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 18 તાલુકમાં 1થી પોણા 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં 24 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

24 કલાક દરમિયાન રાજયના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં 2.5 ઇંચ, રાજકોટના જેતપુરમાં 2 ઇંચ, ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં 2 ઇંચ, પાટણમાં પોણા બે ઇંચ, રાજકોટના ધોરાજીમાં પોણા બે ઇંચ, ખેડાના મહુધામાં પોણા બે ઇંચ, અમદાવાદના સાણંદમાં પોણા બે ઇંચ, દાહોદના સંજેલીમાં પોણા બે ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં સોમવારે રાત્રે ભારે ઝાપટુ વરસ્યુ હતું. એક કલાક જેટલા સમયમાં અમદાવાદમાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે તાપીના સોનગઢમાં દોઢ ઇંચ, નવસારીના વાંસદમાં દોઢ ઇંચ, જૂનાગઢના માળિયામાં દોઢ ઇંચ, ગીરસોમનાથના વેરાવળમાં દોઢ ઇંચ, જૂનાગ શહેરમાં સવા ઇંચ, ભરૂચ શહેરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.ચોમાસાના આ વરસાદના પગલે રાજ્યમાં કપાસ, મગફળી, શેરડી સહિતના અનેક પાકોને જીવનદાન મળ્યું છે. વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે.