Home News GST ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવા...

GST ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવા બનાવટી ખાતર કૌભાંડ

Face Of Nation 01-01-2025 : બાપ દીકરાની જોડીએ બેનંબરી કામો કરીને પૈસા કમાવવાનો જાણે કે નિયમ બનાવી દીધો છે. જીએસટી ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના આ ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવાનું વધુ એક બનાવટી ખાતર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. માસ્ટરમાઈન્ડ પ્રબોધે ફરી એક વાર આ કૌભાંડમાં અન્ય લોકોનો ઉપયોગ કરીને તેમના માથે કૌભાંડ નાખીને પોતે આબાદ નિર્દોષ છટકવાનું તરકટ રચ્યું છે. જો કે પોલીસે નોંધેલી ફરિયાદમાં પ્રબોધ શર્માનું નામ ચઢી ગયું છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શર્માએ પોલીસને વહીવટના ઈશારે અને તેના સસરાની ઓળખાણના આધારે છટકવા દબાણ ઉભું કર્યું છે.
કચ્છમાં રેન્જ પોલીસે કાર્યવાહી કરી સરકારી ડીએપી ખાતરની હેરાફેરી પકડી છે. રેન્જ IG ચીરાગ કોરડીયાના માર્ગદર્શનમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના PSI વાય. કે. ગોહિલને એક બાતમી મળી હતી. જેને લઈને સામખિયાળી – રાધનપુર હાઈવે પર આધોઈ પાટીયા ખાતે આવેલી ભારત હોટલ ઉભેલી ટાટા કંપનીની ટ્રક નંબર જી.જે.૦૮ એ ડબલ્યુ ૩૬૭૬માં તપાસ કરવામાં આવી હતી. આ ટ્રકમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરીયોજના ભારત ડીએપી ઈફકો લખેલ સરકારી ખાતરના ર૩૧ બાચકા મળી આવ્યા હતા. જેની કિંમત ૬,૮૮,૮૪ર આંકવામાં આવી છે. પોલીસે આ અંગેના આધાર – પુરાવા માંગતા પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઈદપુરા ગામનો ડ્રાઈવર ધોનાભાઈ વશરામભાઈ ભરવાડ રજુ કરી શકયો ન હતો. જેથી શક પડતા મુદ્દામાલ તરીકે ખાતરનો જથ્થો કબજે કરી લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં તપાસ બાદ મુખ્ય આરોપી સહીત સંડોવાયેલા અન્ય આરોપીઓના નામ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે આ કૌભાંડનો મુખ્ય આરોપી પ્રબોધ શર્મા હોવા છતાં તેણે તેના મળતિયાઓના નામ મુખ્ય આરોપી તરીકે રજૂ કરીને તેનું નામ સાથ સહકારમાં આવે તેવા પ્રયાસો કર્યા હતા.
પોલીસ ચોપડે નોંધાયું છે કે, આરોપી મુળ પંજાબના હાલે પાટણ રહેતા અજયકુમાર મોહનલાલ અને ઉંઝામાં રહેતા જીગરજી જયંતજી ઠાકોરે ગુનાહિત કાવતરૂં રચી પોતાના આર્થિક ફાયદા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત ડીએપી ઈફકો કંપની લખેલ ખાતરની બોરીઓ ઠગાઈ કરવાના હેતુથી બનાવી હતી. આ સરકારી ખાતર લેખાતી બોરીઓમાં બીન પ્રમાણીત કે જે ખાતર પણ ન ગણાય તેવો હલકો પદાર્થ ભરવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર કૌભાંડ પાછળ માસ્ટર માઈન્ડ ઊંઝાનો પ્રબોધ નરેશ શર્મા હોવાની સમગ્ર ઊંઝામાં ચર્ચા ઉઠી છે.
સરકારને ચૂનો ચોપડવા અને પૈસા બનાવવાના હેતુથી શર્માએ ઇફ્કો ખાતરના નામનો ઉપયોગ કરીને તેમાં બોગસ બનાવટી ખાતર ભરીને સરકારી તિજોરીને મોટો ચૂનો ચોપડવાનો પ્રયાસ કર્યો છે. બાપ બેટાની જોડી સરકારી તિજોરીને કાણું પાડીને ગોરખધન્ધા કરવા માટે સમગ્ર ઊંઝામાં જાણીતી છે અને તેથી જ હવે આ બંનેએ ઊંઝામાં વેપાર છોડીને કચ્છ સહીત અન્ય ઠેકાણે બોગસ ચીજવસ્તુઓ અને મિલાવટ વાળા ખાદ્ય પદાર્થો વેચીને બેનંબરી ધંધાઓ શરુ કર્યા છે. આ બાપ બેટાને હાલ શોર્ટકટ રીતે પૈસા કમાઈને માલામાલ થઇ જવાના અભરખા જગ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

સરકારી વિભાગને તાળા મારવાની જરૂર : હવામાન વિભાગ કરતા અંબાલાલની આગાહી વધુ વિશ્વાસપાત્ર !