Face Of Nation 24-09-2024 : ઊંઝામાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ અને જીએસટી વચ્ચેની ધમાસણની ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ચર્ચાઓ, ભલામણો અને ફરિયાદો પહોંચી છે. આ મામલે જીએસટી વિભાગના અધિકારો ઉપર પણ નનામી અરજીઓ સાથે કૌભાંડ અને મોટી રકમના હપ્તા લેતા હોવાના આક્ષેપો પણ થયા છે. ખુદ જીએસટી કમિશનર કરોડોના હપ્તા લેતા હોવાના આક્ષેપો પણ કેટલીક નનામી અરજીઓ દ્વારા કરવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર બાબતને લઈને હાલમાં ઊંઝામાં પટેલો અને અન્ય વેપારીઓ સામસામે આવી ગયા છે. બુદ્ધિજીવી ગણાતા વેપારી વર્ગને પણ અંદરો અંદર ઝઘડા કરાવી પોતાની મેલી મુરાદ પાર પાડનાર આ માસ્ટર માઈન્ડ યુવકના ફોન કોલ્સ અને અરજીઓ વાયરલ થતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. જો કે, ઊંઝાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો એ બાબતને લઈને અંદરો અંદર ઝઘડતા રહ્યા કે, આ કામગીરી રાજકીય ઈશારે થઇ રહી છે. પરંતુ સત્ય કંઈક અલગ જ હતું. તાજેતરમાં એક મોટો ઘટસ્ફોટ થતાની સાથે જ આ સમગ્ર મામલે જોરદાર આંચકાજનક વળાંક આવ્યો છે.
ઊંઝામાં જ ટ્રાન્સપોર્ટનું કામ કરતો પ્રબોધ શર્મા નામનો વ્યક્તિ તેનો ધંધો જમાવવા માટે પોતે જ અન્ય ટ્રાન્સપોર્ટરો વિરુદ્ધ જીએસટી વિભાગથી લઈને પોલીસ વિભાગમાં અરજીઓ કરતો હતો અને કોલ પણ કરીને ટ્રકો અંગેની ખોટી માહિતીઓ આપીને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડતો હોવાની વિગતો સામે આવી છે. આ ફોન કોલ્સમાં યુવકે જીએસટી અધિકારીઓ સામેલ હોવાની પણ પોલીસને રજૂઆત કરી છે. આ વ્યક્તિએ આ સમગ્ર મામલો રાજકીય ઈશારે થતો હોવાનું વાતાવરણ ઉભું કરવા માટે એપીએમસી ચેરમેન સહીત સ્થાનિક ધારાસભ્યોની પણ અરજીઓ કરી હોવાની ચર્ચાઓ ઉઠી છે. થોડા સમય અગાઉ થોડા સમય અગાઉ આ વ્યક્તિએ જીએસટી વિભાગમાં જુદા જુદા ખોટા આક્ષેપો કરતી અરજી કરી હોવાની પણ માહિતી ચર્ચાઈ રહી છે, જેમાં ધમો મિલન, શંકર અને ઊંઝાના માજી ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ, સુપ્રીત પટેલ સહીત નિશિત પટેલ, ઋત્વિક પટેલ, કનુજી ઠાકોર, સુપ્રીમ પટેલ, યશવંતસિંહ પાલનપુર, જે.પી. બિશ્નોઇ, ઉપેન્દ્ર આચાર્ય, મોહિન્દર સીંગ, રામલાલ શર્મા, જયનીશ પટેલ સહીત અનેક લોકો ઉપર આક્ષેપ કર્યા હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે. ઉંઝા એપીએમસીના ચેરમેન વિરુદ્ધ પણ આ યુવકે ખોટી અરજીઓ કરી અને વેપારીઓને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોર્યા હોવાની પણ અનેક ચર્ચાઓ ઊંઝામાં ઉઠી છે. ઊંઝાના રાજકીય માણસોથી લઈને અન્ય લોકોના નામો લખીને પોતાને તેમનાથી જીવનું જોખમ હોવાની પણ ખોટી માહિતીઓ આપી આ યુવક પોલીસ, કોર્ટ અને દિલ્હી સુધી અરજીઓ કરતો હોવાનું સામે આવ્યું છે.
ઊંઝામાં છેલ્લા ઘણા સમયથી જીએસટી વિભાગની દોડધામ વધતી જઈ રહી હતી સાથે જ ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓની પણ હેરાનગતિમાં વધારો થતો જઈ રહ્યો હતો. કોઈ પણ કારણ વિના પોલીસ અને જીએસટી વિભાગ દ્વારા ટ્રકોને ઉભી રાખીને ચેકીંગ કરવાના બહાને કલાકો વેડફી નાખવામાં આવતા હતા જેને લઈને લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા પરંતુ આ વેપારીઓને ખબર નહોતી કે, તેમની ટ્રક કે ટ્રકમાં ભરવામાં આવેલા સમાન અંગે ખોટી રીતે જીએસટી વિભાગ કે પોલીસને માહિતી આપવામાં આવી છે જેને આધારે પોલીસ કે જીએસટી વિભાગ આવી ટ્રકોની તપાસ કરતું હતું. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જયારે ફોન કોલ કરનાર અન્ય કોઈ નહિ પરંતુ ટ્રાન્સપોર્ટરમાંથી જ કોઈ હોવાનું સામે આવતા સમગ્ર ઉંઝામાં ખળભળાટ મચી ગયો છે. ઊંઝામાં આ ટ્રાન્સપોર્ટરે અંદરો અંદર ઝઘડા ઉભા કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાની વાતો સામે આવી છે. આ તમામ કામગીરી તેણે માત્ર અન્ય વેપારીઓને અંદરો અંદર દુશમનાવટ ઉભી કરાવીને ઝઘડતા રાખીને પોતાનો ધંધો સેટ કરવા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં તેણે મીડિયાથી લઈને તંત્રનો ભરપૂર ખોટી માહિતી આપીને ઉપયોગ કર્યો છે. આ માસ્ટરમાઈન્ડ યુવકના ફોન કોલ્સ અને અરજીઓ જાહેર થતાની સાથે જ સમગ્ર ઊંઝામાં હાલ આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News સાંભળો રેકોર્ડિંગ : ઊંઝાનો ટ્રાન્સપોર્ટર GST અને પોલીસને ફોન કરીને અન્ય ટ્રાન્સપોર્ટરોની...