- વિસનગરમાં સાંજે તોફાની પવન બાદ ધોધમાર વરસાદ
- ઊંઝામાં પણ ગાજ વિજ સાથે મોડી સાંજે વરસાદ
Face Of Nation:વિસનગરમાં સાંજે તોફાની પવન બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.જેમાં સાંજે અંધારપટ્ટની સ્થિતિમાં સ્ટ્રીટલાઇટો ચાલુ કરાઇ હતી. સતત અડધા કલાકથી વધુ વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ઊંઝામાં પણ ગાજ વિજ સાથે મોડી સાંજે વરસાદ પડ્યો હતો. કડી માર્કેટયાર્ડના વેપારીઓએ સંગ્રહ કરેલા અનાજને વરસાદથી પલળતું બચાવવા પ્લાસ્ટીક બાંધવાનું શરૂ કર્યું હતું. વાયુ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે બુધવારે કડી પંથકમાં સવારથી વાદળછાયા વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદની શક્યતાને લઈ કડી યાર્ડના વેપારીઓએ સવારથી વરસાદથી માલને પલળતો બચાવવા દુકાનોને પ્લાસ્ટિકથી ઢાંકવાનુ શરૂ કર્યું હતું. જોકે, હવામાન વિભાગ મુજબ કડીમાં વાવાઝોડાની નહીંવત અસર થવાની સંભાવના છતાં લોકોમાં ઉચાટ જોવા મળ્યો હતો.