Home Uncategorized ઉન્નાવ રેપ કેસ:તીસ હજારી કોર્ટે આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે લગાવી...

ઉન્નાવ રેપ કેસ:તીસ હજારી કોર્ટે આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે લગાવી ચાર્જશીટ

Face Of Nation:ઉન્નાવ રેપ કેસની સુનાવણી દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ચાલી રહી છે. અહીં શુક્રવારે કોર્ટે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર આરોપ નક્કી કર્યા છે. કોર્ટે કહ્યું છે કે, સેંગર સામે આરોપ નક્કી કરવા માટે પૂરતા સાક્ષી અને પુરાવા છે. કોર્ટે બીજેપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર આઈપીસી કલમ 120b, 363, 366, 109, 376(i) અને પોક્સો એક્ટ 3 અને 4 અંતર્ગત આરોપ નક્કી કર્યા છે.નોંધનીય છે કે, આ પહેલાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ જજને કહ્યું હતું કે, તેની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે, કુલદીપ સિંહ સેંગર પર 4 જૂન 2017ના રોજ પીડિતા સાથે દુષ્કર્મ કરવા અને શશિ સિંહનું કાવતરામાં સામેલ થવાનો આરોપ સાચો છે. આ જ આધારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.