Face Of Nation 18-04-2022 : એકબાજુ ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને બફોરોનો અનુભવ થઈ રહ્યો છે. બીજીતરફ ઉનાળાની ગરમી વચ્ચે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અતિશય ગરમીની વચ્ચે કમોસમી વરસાદ પડી શકે છે. ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી શકે છે જેના લીધે ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં બફારાના કારણે વરસાદ પડશે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક બગડવાની શક્યતા પણ અને આબા ઉપરથી કેરીઓ પણ ખરી પડશે.હવામાન વિભાગની આશંકા અનુસાર ગુજરાતમાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવતી છે. રાજ્યમાં બે દિવસ બાદ કમોસમી વરસાદ પડી શકે છે સાથે 35થી 40 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 20મી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, દાહોદ, વડોદરા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે 21મીએ રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ, જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).