Home Gujarat કમોસમી વરસાદ; અમરેલીના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને...

કમોસમી વરસાદ; અમરેલીના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને કરા સાથે વરસાદ, રસ્તાઓ પર પાણી વહેતા થયા?

Face Of Nation 02-05-2022 : રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીના યલો એલર્ટ જાહેર થઈ રહ્યા છે. તેની વચ્ચે અમરેલી જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. ધરતીપુત્રોની ચિંતા વધી છે.
ગરમીના કહેર વચ્ચે વરસાદી કહેર
અમરેલી જિલ્લામાં હાલ સરરેશા 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. આજે પણ બપોર સુધી લોકોએ આકરી ગરમીનો સામનો કર્યો હતો. અમરેલીના ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા.
પવનના કારણે કેટલાક મકાનોના નળિયા પણ ઉડ્યા
અમરેલી સાવરકુંડલા અને ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના થોરડી,ઘનશ્યામ નગર,આદસંગ સહિત આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.ભારે પવનના કારણે કેટલાક મકાનોના નળિયા પણ ઉડ્યા હતા. ખાંભા પંથકમા પણ ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. અહીં ભાણીયા,નાનુડી,પીપળવા, સહિત આસપાસના ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જ્યારે રાજુલાના મોટા આગરિયા,ધુડિયા આગરિયા,નવા આગરિયા સહિત ગામડામાં વરસાદ જોવા મળ્યો હતો.
કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ
જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસેલા કરમોસમી વરસાદના કારણે આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોએ થોડીવાર રાહત અનુભવી હતી. તો બીજી તરફ જિલ્લામાં કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).