Home Politics યુપી ચૂંટણીને લઇને પ્રિયંકા ગાંધીની જાહેરાત, આશા વર્કર્સ તથા આંગણવાડી કાર્યકર્તા

યુપી ચૂંટણીને લઇને પ્રિયંકા ગાંધીની જાહેરાત, આશા વર્કર્સ તથા આંગણવાડી કાર્યકર્તા

Face Of Nation, 10-11-2021: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાટે કોંગ્રેસે કમર કસી લીધી છે અને તેના માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોરચો પોતાના હાથમાં લીધો છે. યુપી ચૂંટણીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત કરી ચૂકેલી પ્રિયંકા ગાંધીએ વધુ એક મોટો દાવ ખેલ્યો છે અને આશા વર્કર્સ તથા આંગણવાડી કાર્યકર્તા માટે મોટી જાહેરાત કરી છે.

પ્રિયંકા ગાંધી  એ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને દાવો કર્યો કે શાહજહાંપુરમાં પોતાની માંગને લઇને સીએમને મળવા જઇ રહેલી આશા વર્કરને પોલીસે મારી. વીડિયો શેર કરતાં પ્રિયંકા ગાંધીએ લખ્યું ‘ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આશા બહેનો પર કરવામાં આવેલા એક એક પ્રહાર તેમના દ્રારા કરવામાં આવેલા કાર્યોના અપમાનના હકદાર છે અને આ લડાઇમાં તેમની સાથે છું, ‘તેમણે આગળ લખ્યું ‘કોંગ્રેસ પાર્ટી બહેનોના માનદેયના હક અને તેમના સન્માન પ્રત્યે પ્રતિબદ્ધ છે અને સરકાર બનવા પર આશા બહેનો તથા આંગણવાડીકર્મીઓ 10,000 રૂપિયા પ્રતિમાહનું ભથ્થું આપશે.

આ પહેલાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી એ જણાવ્યું કે કોંગ્રેસે મહિલાઓ માટે એક અલગ ચૂંટણી ઢંઢેરો  તૈયાર કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું, ‘ઉત્તર પ્રદેશની મારી વ્હાલી બહેનો, તેમનો દરેક દિવસ સંઘર્ષોથી ભરેલો રહે છે. કોંગ્રેસ પાટી તેને સમજતાં તેમના માટે એક અલગ મહિલા ચૂંટણી ઢંઢેરો કર્યો છે. કોંગ્રેસ પાર્ટીની સરકાર બનતાં જ વર્ષમાં 3 સિલિન્ડર મફત આપવામાં આવશે. પ્રદેશની સરકારી બસોમાં મહિલાઓ માટે મફત યાત્રા રહેશે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આશા અને આંગણવાડીની મારી બહેનોને દર મહિને 10 હજાર રૂપિયાનું ભથ્થું મળશે. નવા સરકારી પદો પર અનામતની જોગવાઇ અનુસાર 40 ટકા પદો પર મહિલાઓની નિમણૂક કરવામાં આવશે. વૃદ્ધા વિધવા પેંશન 1000 રૂપિયા પ્રતિ માહ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશની ધરતીની વીરાંગનાઓ નામ પર પ્રદેશભરમાં 75 માન્યતા પ્રાપ્ત વિદ્યાલય શરૂ કરવામાં આવશે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકિટ મહિલાને આપશે. વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અને સ્કૂટી આપશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)