Home Politics ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના પડઘમ, કોંગ્રેસે તેના 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના પડઘમ, કોંગ્રેસે તેના 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Face of Nation 13-01-2022:  કોંગ્રેસે ઉત્તરપ્રદેશ ચૂંટણી માટે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 50 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી. જેમાં નોઈડાની પંખુરી પાઠક, સલમાન ખુરશીદની પત્ની લુઈસ ખુર્શીદ, ઉન્નાવની આશા સિંહનો સમાવેશ થાય છે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં ભાજપ અને તેના સહયોગી દળો વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા પણ નક્કી થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અપના દળને 14 અને નિષાદ પાર્ટીને 17 બેઠકો મળશે. બાકીની બેઠકો પર ભાજપ પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

પ્રેસ કોન્ફરન્સમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 125 ઉમેદવારોની યાદીમાંથી 50 મહિલાઓ છે. અમે પ્રયાસ કર્યો છે કે એવા ઉમેદવારો હોવા જોઈએ જે સમગ્ર રાજ્યમાં સંઘર્ષ કરી રહ્યા હોય અને નવા રાજકારણની શરૂઆત કરી રહ્યા હોય. અમારો પ્રયાસ છે કે તેમના દ્વારા અમે યુપીની રાજનીતિને નવી દિશા આપી શકીએ.

પ્રિયંકાએ કહ્યું, આ યાદીમાં કેટલીક મહિલા પત્રકારો છે. એક અભિનેત્રી છે અને બાકીની સંઘર્ષશીલ મહિલાઓ છે, જેમણે કોંગ્રેસમાં રહીને ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે. આજે યુપીમાં તાનાશાહી સરકાર છે. અમારો પ્રયાસ મુદ્દાઓને કેન્દ્રમાં લાવવાનો છે.

નેતાઓના કોંગ્રેસ છોડવાના સવાલ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “દરેક ચૂંટણીમાં આવું થાય છે. કેટલાક લોકો આવે છે, કેટલાક લોકો જાય છે. કેટલાક ડરી જાય છે. આપણા સંઘર્ષ માટે હિંમતની જરૂર છે. જ્યારે કોઈ વ્યક્તિ છોડી દે છે ત્યારે તે દુઃખ આપે છે.

ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3 અને 7 માર્ચે મતદાન થશે. જ્યારે 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચે કોરોનાને જોતા યુપી, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી માટે 15 જાન્યુઆરી સુધી કોઈ રાજકીય રેલી અને રોડ શોની મંજૂરી આપી નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).