Face Of Nation, 26-09-2021:યૂપીની યોગી આદિત્યનાથ સરકારનું કેબિનેટ વિસ્તરણ રવિવારે થયું. જિતિન પ્રસાદ અને છત્રપાલ સિંહ ગંગવાર સહિત કુલ સાત નેતાઓ મંત્રી બનાવવામાં આવ્યા હતા. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
જિતિન પ્રસાદ- યુપીના મોટા બ્રાહ્મણ નેતાઓમાં સામેલ છે. 9 જૂન 2021 ના રોજ ભાજપમાં જોડાયા. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. બે વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ યુપીએ -1 અને 2 માં રાજ્યમંત્રી હતા. 2004 માં શાહજહાંપુર લોકસભા બેઠક પરથી પ્રથમ વખત સાંસદ બન્યા. 2008 માં તેમને કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમના પિતા જીતેન્દ્ર પ્રસાદ શાહજહાંપુરથી ચાર વખત સાંસદ હતા.
છત્રપાલ સિંહ ગંગવાર- બરેલીની બેહરી બેઠકથી ધારાસભ્ય છે. વર્ષ 2017 માં બીજી વખત ધારાસભ્ય બન્યા. છત્રપાલ સિંહ ગંગવાર ઓબીસી છે અને કુર્મી સમાજમાંથી આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યા છે.
પલટૂ રામ – યુપીના બલરામપુરથી ધારાસભ્ય છે. ખટીક સમાજમાંથી આવે છે. 2017 માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ઘણા વર્ષોથી ભાજપમાં સક્રિય. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
સંગીતા બળવંત – પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વિદ્યાર્થી અને પંચાયત રાજકારણમાંથી સક્રિય રાજકારણમાં આવ્યા. તેઓ ગાઝીપુર જિલ્લાની સદર બેઠકથી ધારાસભ્ય છે. બિંદ સમાજમાંથી આવે છે.
સંજીવ કુમાર- સંજીવ કુમાર ઉર્ફે સંજય સિંહ ગૌર સોનભદ્ર જિલ્લાની ઓબરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તે અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે. પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને ભાજપના યુવા નેતા છે અને તેમની ઉંમર આશરે 46 વર્ષ છે.
દિનેશ ખટીક- દિનેશ ખટીકે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
ધરમવીર પ્રજાપતિ- ધરમવીર પ્રજાપતિ વિધાન પરિષદના સભ્ય છે. જાન્યુઆરી 2021 માં વિધાન પરિષદના સભ્ય બન્યા. તેઓ પશ્ચિમ યુપીના છે અને ઓબીસી સમાજમાંથી આવે છે. અત્યારે તેઓ માટી કલા બોર્ડના ચેરમેન છે. તેમણે પ્રદેશ ભાજપમાં ઘણા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારમાં નવા 7 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં એક કેબિનેટ અને છ રાજ્ય મંત્રી છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે રાજભવનના ગાંધી સભાગારમાં નવા મંત્રીઓને શપથ અપાવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)