Home News આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયા પછી હવે યુપીને કોઈ ટોણા નહીં મારે:PM મોદી

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયા પછી હવે યુપીને કોઈ ટોણા નહીં મારે:PM મોદી

Face Of Nation 25-11-2021: PM નરેન્દ્ર મોદીએ UPમાં ગ્રેટર નોઈડાની નજીક નિર્માણ થવા થઈ રહેલા જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કર્યું છે. તેમની સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ છે. મંચ પર આવતા પહેલા મોદી જેવર એરપોર્ટના મોડલને જોયું હતું. ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યા પછી વડાપ્રધાન મોદીએ જંગી જનસભાને સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, જેવર એરપોર્ટ કનેક્ટિવિટીને સરળ બનાવશે. તે યૂપીને આંતરરાષ્ટ્રિય બજારો સાથે સીધુ કનેક્ટ કરશે. ખેડૂત ફળ, શાકભાજી, માછલીને ઝડપથી એક્સપોર્ટ કરી શકશે.આઝાદી મળ્યા બાદ યૂપીને ટોણા સાંભળવા મજબૂર કરવામાં આવ્યા હતા. ગરીબી, ગોટાળા, ખરાબ માર્ગો દરેક બાબતના ટોણા યૂપીને સાંભળવા પડતા હતા. હવે યૂપી ઈન્ટરનેશનલ છાપ છોડી રહ્યું છે.આ અગાઉ સીએમ યોગીએ કહ્યું કે જિન્નાના અનુયાઈઓએ શેરડીની મીઠાશમાં કડવાશ ભેળી હતી. શેરડીની મિઠાશને આંતરરાષ્ટ્રિય સ્તર પર લઈ જવા માટે આ એરપોર્ટ મહત્વપૂર્ણ ભાગ બનશે.

પીએમ મોદીએ કહ્યું, પહેલાની સરકાર દરમિયાન ખેડૂતો પાસેથી જે જમીન લેવામાં આવી તેમાં ઘણી જગ્યાએ વળતરની સમસ્યા રહી હતી અને વર્ષો સુધી જમીન બેકાર પડી રહી હતી. અમે ખેડૂત હિતમાં, દેશના હિતમાં આ અડચણોને દૂર કરી છે. અમે ખાતરી કરી હતી કે, પ્રશાસને ખેડૂતો પાસેથી યોગ્ય સમયે જમીન ખરીદી અને ત્યારપછી 30 હજાર કરોડની આ યોજનાના ભૂમિ પૂજન માટે અમે આગળ વધ્યા છે.

મંચ પર પહોંચતા પહેલા મોદીએ સીએમ યોગી આદિત્યનાથ અને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે જેવર એરપોર્ટના મોડલને જોયું હતું.
પીએમના પહોંચતા પહેલા નોઈડ પ્રાધિકરણની વિરુદ્ધ એક સપ્ટેમ્બરથી ધરણાં પર બેઠેલા 60થી વધુ ખેડૂતોની પોલીસે ધરપકડ કરી છે. આ ખેડૂતોને ગાજિયાબાદ પોલીસ લાઈનમાં રાખવામાં આવ્યા છે.પશ્ચિમ યુપીના લોકોને હવાઈ મુસાફરી માટે દિલ્હી આવવું પડતું હતું, પરંતુ હવે તે લોકોને વધારે સમય બગાડવો નહીં પડે અને ટ્રાફિકની મુશ્કેલીઓ પણ સહન નહીં કરવી પડે.

આ નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ બની ગયા પછી હવે દિલ્હી એરપોર્ટ પર પણ લોકોનો ધસારો ઘટશે. અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાથી અંદાજે અન્ય 100 ઈન્ડસ્ટ્રીઝ, જેવી કે મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ, હોટલ-શોપિંગ મોલ, કન્વેન્શન સેન્ટર બનવાથી અંદાજે 1 લાખ લોકોને રોજગારી મળશે. જેવર એરપોર્ટથી પશ્ચિમ યુપીના અંદાજે 30 જિલ્લા સહિત હરિયાણાના ત્રણ જિલ્લાનો પણ વાયુવેગે વિકાસ થશે.જેવર એરપોર્ટ નજીક 69 ફર્મને અંદાજે 146 હેક્ટર ઔદ્યોગિક જમીન આપવામાં આવી છે. બુલંદશહરના ખુર્જાને પૉટરી ઉદ્યોગ, અલીગઢના તાળા, મેરઠની કાતર અને સ્પોર્ટ્સ, મુરાદાબાદનો પિત્તળ ઉદ્યોગ, મુઝફ્ફરનગરનો ગોળ, સહારનપુરની કાષ્ઠ કળા જેવા વેપારનો ઘણો વિકાસ થશે. માત્ર દેશના જ નહીં, પરંતુ વિદેશી વેપારીઓને પણ ત્યાં આવવા-જવાની સુવિધા મળતાં યુપીનો વિકાસ ચોક્કસ છે.

વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી અનિલ શર્માનું કહેવું છે કે ઐતિહાસિક જેવર એરપોર્ટના કારણે પશ્ચિમ યુપીને વિશેષ લાભ મળશે. પશ્ચિમ યુપી માટે વિકાસના દરવાજા ખૂલી જશે. અહીં વેપાર-રોજગારી વધશે. બુલંદશહરના સાંસદ ડોક્ટર ભોલા સિંહનું કહેવું છે કે જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ એક ઐતિહાસિક ઉપલ્બધિ છે. એના નિર્માણથી માત્ર સુવિધાઓ જ નહીં, પરંતુ આર્થિક વિકાસ પણ વધશે. રોજગારી વધશે અને સાથે સાથે વેપારનો પણ વિકાસ થશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)