Face Of Nation 10-03-2022 : ઉત્તર પ્રદેશમાં મત ગણતરીના 3 કલાક પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગીની જોડી ફરી હિટ થતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં ભાજપે 250 સીટોને પાર કરી લીધી છે, એટલે કે બહુમતીના 203ના આંકડા કરતા ઘણી વધારે છે. સપાનો આંકડો પણ 100ને પાર કરી ગયો છે. ત્રીજા નંબરની પાર્ટી બસપા ડબલ ડીજીટ પાર કરી શકી નથી. યોગી આદિત્યનાથ ગોરખપુરથી આગળ છે અને અખિલેશ યાદવ કરહાલથી આગળ છે. પરંતુ, કાશી વિશ્વનાથ સીટ પરથી ભાજપના ઉમેદવાર નીલકંઠ તિવારી પાછળ ચાલી રહ્યા છે.
અયોધ્યામાં 4 સીટો પર બીજેપી, એક સીટ પર સપા આગળ
આગળઉત્તર પ્રદેશની અયોધ્યાની કુલ 5 સીટોમાંથી 4 સીટો પર બીજેપી આગળ ચાલી રહી છે. એક સીટ પર સપા આગળ છે. અયોધ્યાવી ગોસાઈગંજ વિધાનસભા સીટથી સપા ઉમેદવાર અભય સિંહ 2600 સીટથી આગળ ચાલી રહ્યા છે અને અહીં ભાજપ ઉમેદવાર આરતી તિવારી પાછળ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).