Face Of Nation, 08-11-2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રવિવારે એક વ્યક્તિના ટ્વિટર એકાઉન્ટથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ કથિત ધમકી બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
DCP પ્રમોદકુમાર તિવારીએ જણાવ્યું કે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અમને UP-112 દ્વારા તેની સૂચના મળી. કોઈએ ટ્વિટર પર શરારત કરી છે. ટ્વિટર પર ધમકી આપનારા વ્યક્તિનું નામ પૂછવામાં આવતા પ્રમોદ તિવારીએ આશંકા વ્યક્ત કરી કે શક્ય છે કે ફ્રોડ અને ખોટા નામનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ટ્વિટર એકાઉન્ટથી ધમકી આપવામાં આવી હોય. આથી જ્યાં સુધી તપાસ ન કરાય અને મજાક કરનારાનું અસલ નામ સરનામું ખબર ન પડી જાય ત્યાં સુધી કોઈનું નામ લેવું યોગ્ય નથી. પોલીસે આ મામલે ટ્વિટર પાસે જાણકારી માંગી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને અગાઉ પણ અનેકવાર ધમકીી સાથે સાથે સોશિયલ મીડિયા પર આપત્તિજનક કમેન્ટ થઈ ચૂક્યા છે. જેના પર પોલીસે કેસ દાખલ કરવાની સાથે સાથે અનેક આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)