Face of Nation 21-02-2022 : યુપી અને પંજાબની ચૂંટણી પરિણામો ઉપર સમગ્ર ભારતની નજર છે. આ પરિણામો રાજકારણની આગામી રણનીતિ અને રાજકીય પક્ષોનું ભવિષ્ય નક્કી કરશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. મોટાભાગની ચૂંટણીઓમાં મોદીની બોડી લેન્ગવેજ જ ઘણું બધું કહી જાય છે. આ વખતે પંજાબ જીતવું ભાજપ માટે મુશ્કેલ છે અને યુપીમાં સત્તા પરિવર્તનના એંધાણ દેખાઈ રહ્યા છે. જો કે મતદારો કોને પોતાના નેતા તરીકે ચૂંટીને સરકાર રચવા માટેની તક આપે છે તે મતપેટીઓ ખુલે ત્યારબાદ જ કહી શકાય તેમ છે. રાજકીય ગણિત માંડીએ તો મોદીના જે પ્રકારના નિવેદનો હાલ આવી રહ્યા છે અને પંજાબમાં જે રીતે મોદી ચૂંટણી જીતવા મહેનત કરી રહ્યા છે તે જોતા ચોક્કસ એમ કહી શકાય કે, પંજાબ જીતવું મોદી માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. જેના માટે મોદીએ શીખ સમુદાયના આગેવાનો અને સંતો સાથે દિલ્હી ખાતે મિટિંગ પણ કરી છે છતાં પંજાબી ખેડૂતોનો મિજાજ જોતા મોદી માટે જીત અશક્ય છે તો બીજી બાજુ યુપીમાં સત્તા પરિવર્તનના એંધાણ દેખાઈ રહ્યા છે. મોદીએ યુપીમાં ખાસ ધ્યાન આપ્યું નથી જેટલું પંજાબની ચૂંટણીમાં આપ્યું છે.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે મતદારો નેતાઓને ચોંકાવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ ચૂંટણીમાં ઘણા મોટા ચહેરાઓને મોટો ઝટકો લાગશે. આ વખતે સૌથી મોટી ભૂમિકા સાઇલન્ટ મતદારની રહેવાની છે. આ વખતે આ મતદાર નિર્ણાયક બનશે. પંજાબ વિધાનસભાની 117માંથી 69 બેઠક માલવામાં છે. કોંગ્રેસે 2017માં અહીં 40 બેઠક જીતી હતી, પરંતુ આ વખતે અહીં આમ આદમી પાર્ટી (AAP) વધુ સારી દેખાઈ રહી છે. 2017માં કોંગ્રેસે પટિયાલામાં 8માંથી 7 સીટ જીતી હતી, પરંતુ આ વખતે એ માત્ર બે થી ત્રણ સીટ પર જ લડતમાં જોવા મળી રહી છે. કોંગ્રેસે ગત ચૂંટણીમાં ફિરોઝપુરની ચારેય બેઠક જીતી હતી. આ વખતે અહીં એક સીટ પર લડતા જોવા મળી રહી છે.
ગત ચૂંટણીની જેમ જ બરનાલાની ત્રણેય સીટ પર AAP આગળ છે. બરનાલાની ભદૌડ સીટ પર ચરણજિત સિંહ ચન્ની પણ આકરી લડાઈમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. લુધિયાણા, ફરીદકોટ, સંગરુર, મોગા, ભટિંડા, મુક્તસર, મોહાલી, ફાઝિલ્કા, રોપર, માલેરકોટલા, ફતેહગઢ સાહિબ અને માનસા જિલ્લાની 49માંથી 25 બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. 15 બેઠક પર સામસામે ટક્કર છે, જ્યારે 9 બેઠક પર ચોતરફી હરીફાઈ છે.
માલવામાં 69 બેઠકમાંથી AAP 20 થી 25, કોંગ્રેસ 12થી 18, અકાલી દળ 12 થી 19 અને ભાજપ અને તેના સાથીપક્ષો 3 થી 7 બેઠક પર આગળ છે. માલવામાં અકાલી દળને તેના કેડરને ફાયદો થશે. સંયુક્ત સમાજ મોરચાના બેનર હેઠળ ચૂંટણી લડનારા ખેડૂતો અહીં 20થી 25 બેઠક પર અસર કરી શકે છે. કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં માઝાની 25 બેઠકમાંથી 22 બેઠક જીતી હતી, પરંતુ આ વખતે AAP તેના ગઢમાં ગાબડું પાડી રહ્યું છે. પઠાણકોટ, ગુરદાસપુર અને અમૃતસર જિલ્લામાં 21 સીટ છે અને અહીં ભાજપ 5થી 7 સીટ પર મજબૂત દેખાઈ રહ્યું છે. 2017માં અકાલી દળે માઝામાં માત્ર બે સીટ જીતી હતી. આ વખતે અકાલી દળ ગુરદાસપુર, અમૃતસર અને તરનતારન જિલ્લામાંથી 7થી 9 સીટ પર મજબૂત દેખાઈ રહ્યું છે. માઝામાં પણ આ વખતે મતદાતા માલવાની જેમ ‘પરિવર્તન’ ઈચ્છે છે અને AAPને અહીં એનો ફાયદો મળી શકે છે.
આ વિસ્તારમાં ખેડૂતોની ચૂંટણી લડવાની ખાસ અસર જોવા મળતી નથી. અમૃતસર પૂર્વ, જે પંજાબની સૌથી હોટ સીટ બની છે, એ માઝામાં પણ છે, જ્યાં પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિદ્ધુ અને અકાલી દળના બિક્રમ મજીઠિયા સામસામે છે. આ બંને નેતા આજસુધી એકપણ ચૂંટણી હાર્યા નથી અને આ વખતે બંનેમાંથી કોઈ એકને તેમના રાજકીય જીવનની પ્રથમ હારનો સામનો કરવો પડશે.
ઉત્તર પ્રદેશમાં રવિવારે થર્ડ ફેઝમાં 59 સીટ પર 60.21% વોટિંગ થયું. આ દરમિયાન 16 જિલ્લામાં એવું પ્રેશર જોવા મળ્યું જાણે ચૂંટણીનો ફાઈનલ રાઉન્ડ હોય. શું કર્ણાટકના ઉડ્ડીપીમાં હિજાબનો આખો વિવાદ યુપી ચૂંટણી માટે હતો? આ થોડું વિચિત્ર લાગી શકે છે, પરંતુ જે રીતે મુસ્લિમ છોકરી અને ભગવાધારી છોકરાઓનો વીડિયો શૂટ થયો છે તે થોડો ફિલ્મી લાગે છે. જે રીતે આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરાવવામાં આવ્યો તેનાથી આ શંકા ઉભી થઈ શકે છે. યુપીમાં અત્યારે હિજાબ વિવાદ ટ્રેન્ડ કરી રહ્યો છે. બીજી બાજુ ઔવેસી પશ્ચિમી ઉત્તરપ્રદેશના સંભલમાં હિજાબ વાળી ઘટનાનો વારંવાર ઉલ્લેખ કરીને વોટ માંગી રહ્યા છે.
એટલું જ નહીં, જમીયત ઉલેમા એ હિંદના સદર મૌલાના મહમૂદ મદનીએ હિજાબ વાળી વિદ્યાર્થીની મુસ્કાનને કેશ રૂ. પાંચ લાખ આપવાની જાહેરાત કરી છે. જમિયત ઉલેમા એ હિંદની ઉત્તર ભારતની ઉત્તર પ્રદેશમાં સૌથી મુખ્ય મુસ્લિમ રાજનૈતિક દખલ કરતી સંસ્થા છે. આ સંસ્થા સહિત ઘણી મુસ્લિમ સંસ્થાઓ મુસ્કાનના ઘરે જઈ રહી છે. કર્ણાટકની આ ઘટના ઉત્તરપ્રદેશમાં મીઠાઈની જેમ પીરસવામાં આવી રહી છે. ત્યાં આપવામાં આવતા નિવેદનોમાં ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ યુપીમાં વોટ માંગતા લોકો પણ આ ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા છે. પશ્ચિમી યુપીમાં સૌથી વધારે મુસ્લિમ 27 ટકા છે. ત્યારપછી 25 ટકા દલિત, જાય 17 ટકા, રાજપૂત 8 ટકા અને યાદવ 7 ટકા છે. નોંધનીય, છે કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ 58 બેઠક પર થયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
https://youtu.be/dhxLwdpguqU