Home Politics તમામ અટકળોને અંતે CWCની મિટિંગમાં સોનિયા ગાંધી બન્યાં કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ

તમામ અટકળોને અંતે CWCની મિટિંગમાં સોનિયા ગાંધી બન્યાં કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ

Face Of Nation:આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યૂસી)ની બેઠક મળી હતી. જો કે પાર્ટી અધ્યક્ષના નામની જાહેરાત થવાને બદલે કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ પ્રમુખપદનો નિર્ણય અદ્ધરતાલ લટકાવ્યો છે. જ્યારે સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે કાશ્મીરમાં હિંસાના અહેવાલ છે. વડાપ્રધાન મોદી જણાવે કે કાશ્મીરમાં શું થઇ રહ્યું છે. કાશ્મીરની સ્થિતિને પગલે કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ પ્રમુખપદ મુદ્દે નિર્ણય કરવાનું હાલ પુરતું મુલતવી રાખ્યું છે.

સૂત્રોના મતે પાંચ ઝોનના આધાર પર લેવામાં આવેલા મતમાં સોનિયા ગાંધીનું નામ સામે આવ્યું છે. રાહુલ ગાંધીનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે.પહેલા તો સોનિયા ગાંધીએ ના પાડી હતી પરંતુ નેતાઓના કહેવા પર તેમણે કાર્યકારી કોગ્રેસ અધ્યક્ષ બનવા માટે હા કરી હતી. નોંધનીય છે કે કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટની સહિત અનેક મોટા નેતા રહ્યા હતા.કોગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, CWCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં સુધી કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કરવામાં ના આવે ત્યાં સુધી સોનિયા ગાંધી કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેશે.નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર બાદ રાહુલ ગાંધીએ 25 મેના રોજ CWCની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તે સમયે તેમના રાજીનામાનો અસ્વીકાર કરી લેવામાં આવ્યો હતો