Home News ઉપરવાસના વરસાદથી બનાસ નદીમાં પૂર:ભયજનક સપાટીએ વહી રહી છે બનાસ,13 ગામોને એલર્ટ

ઉપરવાસના વરસાદથી બનાસ નદીમાં પૂર:ભયજનક સપાટીએ વહી રહી છે બનાસ,13 ગામોને એલર્ટ

Face Of Nation:બનાસકાંઠા રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિત સર્જાઈ છે જેને લઈને ઉપરવાસમાંથી આવી રહેલા વરસાદી પાણીના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. બનાસ નદીમાં પાણીના સ્તર વધતાં કાંઠે વસતાં 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.રાજસ્થાનમાં સારો વરસાદ પડતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહેતાં જિલ્લા વહિવટી તંત્રએ અમીરગઢ પાસે નદી કિનારાના 13 ગામોને એલર્ટ કરી દીધા છે.અમીરગઢ, સરોત્રા, કાકવાડા, ઈકબાલગઢ, કરજા, બલુન્દ્રા સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ગામ લોકોને નદી તરફ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે બનાસ નદીમાં પાણીનું સ્તર હજુ પણ વધવાની શક્યતા છે તેથી તકેદારીના ભાગ રૂપે તંત્ર એલર્ટ પર આવી ગયું છે.