Home Uncategorized અમેરિકામાં “મંદીના ભણકારા”; US સેન્ટ્રલ બેન્કે 28 વર્ષ પછી પહેલીવાર વ્યાજદરમાં 0.75...

અમેરિકામાં “મંદીના ભણકારા”; US સેન્ટ્રલ બેન્કે 28 વર્ષ પછી પહેલીવાર વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કર્યો, મોંઘવારી હજી વધશે એવી શક્યતા છે!

Face Of Nation 16-06-2022 : ફેડરલ રિઝર્વે વધતી મોંઘવારી સામે મોટો નિર્ણય લીધો છે. ફેડરલ રિઝર્વએ લગભગ 28 વર્ષમાં સૌથી વધુ આક્રમક તરીકે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી. ફેડરલ દ્વારા ધિરાણદરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ફેડની નીતિ ઘડનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ફુગાવાને તેના 2 ટકાના ઉદ્દેશ પર પરત લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય શેરબજાર પર આ વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની નેગેટિવ અસર જોવા મળી રહી છે.
મોંઘવારી 40 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર પર
અમેરિકામાં મોંઘવારી 40 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર પર છે. મે મહિનામાં મોંઘવારી દર 8.6 ટકા નોંધાયો હતો. આવી સ્થિતિમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં કેન્દ્રીય બેંકે 0.5 ટકાના વધારાને મંજૂર કરવા તૈયાર હતી, પરંતુ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ફુગાવામાં ઝડપી વૃદ્ધિએ ફેડરલ રિઝર્વને પાછળ ધકેલી દીધી છે. નવેમ્બર 1994 પછી આવા વધારો કરવામાં આવ્યો છે.
ફેડરલના અધ્યક્ષ ટૂંક સમયમાં માહિતી આપશે
ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલ કેન્દ્રીય બેંકની યોજનાઓ પર વધુ વિગતો આપવા માટે મીટિંગ પછી ટૂંક સમયમાં એક પ્રેસ-કોન્ફરન્સ કરશે, જે આગામી બેઠકોમાં નીતિ નિર્માતાઓ વધુ આક્રમક બને તેવા સંકેત તરીકે જોવામાં આવશે. સમિતિના સભ્યો હવે ફેડરલ ફંડ દરને 3.4 ટકા પર સમાપ્ત થતા જોઈ રહ્યા છે, જે સરેરાશ ત્રિમાસિક અનુમાન મુજબ માર્ચના 1.9 ટકાના અંદાજથી વધારે છે. ફેડનો ફુગાવો ઇન્ડેક્સ વર્ષના અંત સુધીમાં વધીને 5.2 ટકા થઈ જેશે, જેમાં જીડીપીની વૃદ્ધિ 2022માં અગાઉના 2.8 ટકાના અનુમાન કરતાં ઘટીને 1.7 ટકા થઈ જશે.
રશિયા-યુક્રેન યુદ્ધ મુશ્કેલીઓમાં વધારો કર્યો
FOMCએ નોંધ્યું હતું કે યુક્રેન પર રશિયાના યુદ્ધની અસરને કારણે ફુગાવો વધી રહ્યો છે તેમજ આ યુદ્ધના કારણે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ રહી છે. ચીનમાં ચાલુ કોવિડ-19 લોકડાઉન અને જીરો કોરોના પોલિસીમાંથી પરિસ્થિતિ સુધરી રહી છે. આવી સ્થિતિમાં મોંઘવારી હજી વધશે તેવી શક્યતા છે. તો બીજીતરફ આ સાથે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં આગળ પણ વધારાનો સંકેત આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ફેડ જુલાઈમાં ફરીથી 0.75 ટકાનો વધારી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ફેડ પાસે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી ઉકેલો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).