Face Of Nation, 25-09-2021 : અમેરિકાના પ્રવાસે ગયેલા મોદીએ આજે અમેરિકી પ્રમુખ જો બાઈડન સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત વચ્ચે વાઈટ હાઉસમાં આવકાર આપીને ખુરશી ઉપર બેસવા જાય છે તે સમયે બાઇડને મોદીને ખુરશી બાબતે કટાક્ષ કરતા એવું કહ્યું હતું કે, “આ ખુરશી છે, જે વાઇસ પ્રેસિડન્ટની છે અને અત્યારે હું પ્રેસિડેન્ટની ચેર ઉપર બેસી રહ્યો છું, અત્યારે તે તમારી છે” આટલી વાત સાંભળતા મોદી ખળખળાટ હસી પડે છે અને બાદમાં તેઓ એવો કટાક્ષ કરે છે કે, યુ થિન્ક સો એટલે કે તમે એવું વિચારો છો ? બાઇડને એવું પણ કહ્યું હતું કે, હું વાઇસ પ્રેસિડન્ટથી પ્રેસિડન્ટ બન્યો છું. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્રપતિની ચૂંટણી સમયે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના પક્ષમાં પ્રચાર કર્યો હતો અને ભારતીયોને ટ્રમ્પને મત આપવા માટે આગ્રહ કર્યો હતો. તેમ છતાં ટ્રમ્પ જીત મેળવી શક્ય નહોતા.
વાઈટ હાઉસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર આપતા રાષ્ટ્રપતિ બાઇડને જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અમેરિકા-ભારત સંબંધ અનેક વૈશ્વિક પડકારોને ઉકેલવામાં મદદ કરી શકે છે. વર્ષ 2006માં હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મે કહ્યું હતું કે વર્ષ 2020 સુધીમાં ભારત અને અમેરિકા વશ્વના સૌથી નજીકના દેશ હશે.મુલાકાત સમયે બાઈડને તેમની મુંબઈ મુલાકાત યાદ કરી હતી. તે સમયે તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા. તેમણે કહ્યું કે મુંબઈમાં તેમના સંબંધી છે. બાઈડને કહ્યું કે તેમણે મુંબઈની વ્યક્તિનો પત્ર મળ્યો હતો, જેનું ઉપનામ પણ બાઈડન હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કહ્યું- વ્હાઈટ હાઉસ આવી ખુશ છું. બન્ને દેશની લોકશાહી અને પરંપરાઓ વિશ્વ માટે મિસાલ છે. બાઈડનનું વિઝન અમારા માટે પ્રેરક છે. અમેરિકામાં 40 લાખ ભારતીયો છે. અહીં અમેરિકાને શક્તિશાળી બનાવવામાં મદદ કરી રહ્યા છે. અમે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટને વધારવો પડશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપારનું આગવું મહત્વ ધરાવે છે.આ દાયકામાં વેપાર ક્ષેત્રે પણ આપણે એકબીજાને વ્યાપક પ્રમાણમાં મદદ કરી શકીએ છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
અમેરિકી પ્રમુખ બાઇડને ખુરશી માટે એવું શું કહ્યું કે, મોદી ખળખળાટ હસવા લાગ્યા