Face Of Nation 12-03-2022 : છેલ્લાં 17 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને હજી સુધી કોઈ યુદ્ધના અંતના કોઈ એંધાણ દેખાતા નથી. હવે અમેરિકા સહિત પશ્ચિમી દેશો પણ આ યુદ્ધમાં કૂદી પડ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા પર આકરા પ્રહાર પણ કર્યા છે.
અમેરિકાએ યુક્રેનને જૈવીક હથિયાર બનાવવા માટે પણ આર્થિક મદદ કરી છે : રશિયા
તેમણે કહ્યું છે કે, પુતિન જીતી નહી શકે. આ ઉપરાંત તેમણે રશિયાની ઘેરાબંધી માટે 12 હજાર સૈનિકોને પણ મોકલ્યા છે. હવે આ યુદ્ધ વધારે જોખમી બની ગયું છે. આ ઉપરાંત રશિયાએ પણ સામે દાવો કર્યો છે કે, અમેરિકાએ યુક્રેનને જૈવીક હથિયાર બનાવવા માટે પણ આર્થિક મદદ કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે, અમે NATOના દરેક વિસ્તારના દરેક ઈંચની રક્ષા કરીશું. તે સાથે જ યુક્રેનમાં ત્રીજુ વિશ્વ યુદ્ધ નહીં થવા દેવા વિશે પણ ભાર આપ્યો છે. નોંધનીય છે કે, બાઈડને રશિયા બોર્ડરના લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયામાં સેના મોકલી છે. બાઈડને કહ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદોમિર પુતિને યુક્રેન સામે જે યુદ્ધ શરૂ કર્યું છે તેમાં તેઓ જીતી નહીં શકે.
અમે રશિયાની ઘેરાબંધી માટે રશિયાની સીમા પર 12 હજાર સૈનિકોની સેના મોકલી
જો બાઈડને કહ્યું કે, અમે રશિયાની ઘેરાબંધી માટે રશિયાની સીમા પર 12 હજાર સૈનિકોની સેના મોકલી છે. આ સેના લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા, રોમાનિયામાં રશિયાને ઘેરશે. તે સાથે જ બાઈડને કહ્યું કે, જો અમે બદલાના ભાવનાથી કાર્યવાહી કરીશું તો ત્રીજુ વિશ્વ યુદ્ધ ચોક્કસ થશે. પરંતુ અમારો દ્રઢ સંકલ્પ છે કે અમે NATOની રક્ષા કરીશું. જોકે અમે યુક્રેનમાં ત્રીજુ વિશ્વ યુદ્ધ નથી ઈચ્છતા.
યુરોપમાં તેમના સહયોગીઓ સાથે ખભેથી ખભો મીલાવીને ઉભા રહેશે
અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું છે કે, યુક્રેનના લોકોએ રશિયન સૈન્યના હુમલાનો સામનો કરવા માટે બહાદુરી અને સાહસ દર્શાવ્યું છે. આમ, અમેરિકા તેમને હંમેશા મદદ કરવા તૈયાર રહેશે. અમે યુક્રેનને સમર્થન આપતા રહિશું. તે સાથે જ યુરોપમાં તેમના સહયોગીઓ સાથે ખભેથી ખભો મીલાવીને ઉભા રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).