Home Uncategorized રશિયાની ઈકોનોમીને તગડો ઝટકો; અમેરિકા રશિયા પાસેથી તેલ, કુદરતી ગેસ અને કોલસો...

રશિયાની ઈકોનોમીને તગડો ઝટકો; અમેરિકા રશિયા પાસેથી તેલ, કુદરતી ગેસ અને કોલસો નહીં લે : જો બાઈડેન

Face Of Nation 08-03-2022 :  અમેરિકાએ રશિયાની કમર તોડી નાખતી કાર્યવાહી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ જાહેર કર્યું કે હવેથી અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ, તેલ, કુદરતી ગેસ અને કોલસા નહીં લે એટલે કે રશિયામાંથી અમેરિકાની આયાત બંધ કરવામાં આવી છે. અમેરિકાના પગલાં અંગે રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું છે કે, તેમના તરફથી રશિયન તેલની આયાત બંધ કરી દેવામાં આવી છે[. હવેથી અમેરિકા રશિયન તેલ લેવાનું નથી. તેમણે અન્ય દેશોને રશિયા પરની નિર્ભરતા ઘટાડવાની સલાહ પણ આપી છે. તેમના મતે ભવિષ્ય હવે સ્વચ્છ ઉર્જાનું છે અને તે દિશામાં તમામ દેશોએ આગળ વધવું જોઇએ.
રશિયામાં ઘણી કંપનીઓએ બિઝનેસ બંધ કર્યો- જો બાઈડેન
જો બાઈડેને ભારપૂર્વક જણાવ્યું છે કે અમેરિકાએ રશિયા સામે જે પ્રકારની કાર્યવાહી કરી છે તે અન્ય કોઈ દેશ ન કરી શકે. તેમના મતે રશિયાની ઘણી કંપનીઓએ હવે પોતાનો બિઝનેસ સમેટી લીધો છે તથા બીજી કેટલીક ઓઇલ કંપનીઓએ પણ ત્યાં તેમની કામગીરી બંધ કરી દીધી છે.
રશિયાની ઈકોનોમીને તગડો ઝટકો આપ્યો અમેરિકાએ
અમેરિકાએ રશિયા સામે સીધી કાર્યવાહી તો કરી નથી પરંતુ તેને ઈકોનોમીને ઝટકા આપવા માટે જાતજાતના પ્રતિબંધો લગાવી રહી છે. અમેરિકાને આશા છે કે આ રીતે રશિયા નબળું પડી જશે.ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ અને કોલસાની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરીને અમેરિકાએ રશિયાને તગડો ફટકો આપ્યો છે. તો બીજીતરફ અમેરિકાએ રશિયામાંથી ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, કોલસો, ઈંધણ પર પ્રતિબંધ મૂક્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).