Home Uncategorized જો બાઈડને પુતિનને ‘યુદ્ધ ગુનેગાર’ કહ્યા અને રશિયા પર વધુ કડક ‘પ્રતિબંધો’...

જો બાઈડને પુતિનને ‘યુદ્ધ ગુનેગાર’ કહ્યા અને રશિયા પર વધુ કડક ‘પ્રતિબંધો’ લગાવવાની આપી ધમકી!

Face Of Nation 04-04-2022 : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે 40 દિવસ થઈ ગયા છે. આ 40 દિવસોમાં રશિયાએ યુક્રેનના ઘણા શહેરોને તબાહ કરી નાખ્યા છે. યુક્રેનની રાષ્ટ્રીય રાજધાની કિવથી નજીક આવેલા બૂચા શહેર વિશે જે સમાચાર બહાર આવી રહ્યા છે તે વધુ હ્રદયસ્પર્શી છે. આજરોજ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કથિત બૂચા હત્યાકાંડ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ‘યુદ્ધ ગુનેગાર’ કહેવા માટે અમેરિકાની જે તે સમયે ખૂબ ટીકા કરવામાં આવી હતી. આજે અમેરિકાના રાષ્ટ્રપતિએ વ્લાદિમીર પુટીન સામે ખૂબ જ આક્રમક રીતે ટીકા કરી છે. જો બાઈડને વધુમાં કહ્યું કે, ”રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્રૂર છે અને બુચામાં જે થઈ રહ્યું છે તે અત્યાચારી છે અને દરેક વ્યક્તિ આજે તેને જોઈ રહ્યા છે. આ યુદ્ધ અપરાધ છે. હું વધુ પ્રતિબંધોની માગ કરી રહ્યો છું, તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.”
‘રશિયન સૈનિકો કસાઈ અને લૂંટારા છે’
બીજી તરફ યુક્રેને રશિયન સેના પર સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે, રશિયાના સૈનિકોએ બુચામાં નરસંહાર કર્યો હતો. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાનું નિવેદન આપ્યું છે. તેઓ બુચામાં રશિયન સૈનિકો દ્વારા કરવામાં આવેલા મૃતદેહોના ઢગલા પર કહ્યું કે, રશિયન સૈનિકો કસાઈ અને લૂંટારા સમાન છે. ઝેલેન્સકીએ આગળ કહ્યું કે, બુચામાં નાગરિકોની જાણીજોઈને હત્યા કરવામાં આવી છે. રશિયના રાષ્ટ્રપતિ પુતિન પર પ્રહાર કરતા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુદ્ધ અપરાધ કરનારા જ મૃત્યુને લાયક છે. વિશ્વને રશિયા સામેની તપાસ અને સજાને સમર્થન આપવા દો.
બુચાની તબાહી જોઈને નાટો દેશો નારાજ થયા
બીજી તરફ, રશિયાએ બુચા નરસંહારના આરોપોથી પોતાને બાજુ પર રાખ્યું છે. રશિયાએ દાવો કર્યો હતો કે જ્યાં સુધી અમારી સેના છે ત્યાં સુધી એક પણ મૃત્યુ થયું નથી. બુચાના વાયરલ વિડીયો દેખાડવા એ યુક્રેનનું નાટક છે. આ સાથે જ બુચાની તબાહી જોઈને નાટો દેશો નારાજ થઈ ગયા છે. નાટો સંગઠન અત્યારે રશિયાને પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ પોલેન્ડે યુક્રેન માટે ઘાતક હથિયારની માંગણી કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).