Home Uncategorized UNમાં રશિયા વિરુદ્ધ મતદાન ન કરવા બદલ ભારતથી અમેરિકા નારાજ, પ્રતિબંધોનું જોખમ...

UNમાં રશિયા વિરુદ્ધ મતદાન ન કરવા બદલ ભારતથી અમેરિકા નારાજ, પ્રતિબંધોનું જોખમ વધ્યું

Face Of Nation 03-03-2022 : રશિયા-યુક્રેન વચ્ચેના (Russia-Ukraine War) યુદ્ધનો આજે 8મો દિવસ છે. ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ હાથ ધરાયું છે, જે અંતર્ગત અનેક ભારતીયોને યુક્રેન અને પાડોશી રાષ્ટ્રોની સરહદથી એરલિફ્ટ (Airlift) કરીને વતન પરત લાવવામાં આવી રહ્યા છે. ભારત પર અત્યારે રશિયા- યુક્રેન યુદ્ધ પર પ્રતિક્રિયા આપવા અંગે વૈશ્વિક દબાણ વધી રહ્યું છે.
ભારતે રશિયા પાસેથી S-400 ડીલ ફાઇનલ કરી હતી
યુનાઇટેડ નેશન્સ એટલે કે UNમાં ભારતે રશિયા વિરુદ્ધ વોટ ન આપવા પર અમેરિકા (USA) ખફા થયું છે. આ અંગે અમેરિકી ધારાશાસ્ત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિમાં કાટસા એક્ટ (CAATSA Act) હેઠળ ભારત પર પ્રતિબંધોનું જોખમ વધી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રશાસન અત્યારે રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA) હેઠળ ભારત સામે પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે. અમેરિકી રાજદ્વારી અધિકારી ડોનાલ્ડ લુએ ગઇકાલે આ અંગે જણાવ્યું હતું. અમેરિકાના રિપબ્લિકન અને ડેમોક્રેટિક આમ બંને મુખ્ય પક્ષોએ ‘ભારત સાથેના અમેરિકન સંબંધો’ પર સુનાવણી દરમિયાન ભારતની ટીકા કરી છે. ભારત એ 35 દેશોમાં સામેલ હતું જેણે રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર (UN) માં મતદાન દરમિયાન મતદાનથી પોતાને દૂર રાખ્યું હતું. ભારતે રશિયા પાસેથી ડિસેમ્બર, 2021માં આ S-400 ડીલ ફાઇનલ કરી હતી, અને હજુ પણ આ ડીલ ચાલુ છે. ત્યારે રશિયા વિરુદ્ધ UNમાં મતદાન ના કરવાથી ભારતને હવે અમેરિકન ક્રોધનો સામનો કરી શકવો પડે છે
કાટસા એક્ટ શું છે ?
કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA) એ અમેરિકાનો ફેડરલ કાયદો છે. જે હેઠળ, અમેરિકા દ્વારા ઈરાન, ઉત્તર કોરિયા અને રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે. ગત તા. 27 જુલાઇ 2017ના રોજ અમેરિકન સંસદમાંથી પસાર થયા બાદ આ બિલ સેનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ગત તા. 2 ઓગસ્ટ 2017ના રોજ અમેરિકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંગે તેમણે જણાવેલું કે આ કાયદો ગંભીર રીતે ખામીયુક્ત છે.
અમેરિકાને ભારતની ગરજ પડવાની જ છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત રશિયન હથિયારોનો સૌથી મોટો આયાતકાર દેશ છે. આ પૂર્વે, અમેરિકા તુર્કી પર પણ પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમેરિકાનો અત્યારે સૌથી મોટો દુશ્મન દેશ ચીન છે. જો અમેરિકાને ચીન સાથે સંબંધ સારા રાખવા છે તો અમેરિકાને ભારતની ગરજ પડવાની જ છે. આ માટે પણ અમુક અમેરિકન સાંસદોનું કહેવું છે કે, અમેરિકાએ કાટસા એક્ટ હેઠળ ભારત પર પ્રતિબંધ ના લગાવવા જોઈએ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).