Home World અમેરિકા : પિતાએ પુત્રના જન્મદિવસની જાણ પોલીસને કરી, જુઓ પછી શું થયું...

અમેરિકા : પિતાએ પુત્રના જન્મદિવસની જાણ પોલીસને કરી, જુઓ પછી શું થયું Video

ફેસ ઓફ નેશન, 14-04-2020 : અમેરિકામાં કોરોના વાઇરસનો કેર વધી રહ્યો છે. લોકો સ્વેચ્છાએ ક્વોરેન્ટાઇન થઇ રહ્યા છે. તેવામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેનો વિડીયો હાલ સોશિયલ સાઇટ્સમાં ખુબ જ વાયરલ થયો છે.
અમેરિકામાં એક પિતાએ પોલીસને ફોન કર્યો અને જણાવ્યું કે, આજે મારા પુત્રનો જન્મદિવસ છે. પરંતુ કોરોના વાઇરસના કારણે ઉજવણી ન કરી શકતા તે નારાજ છે. તેને જન્મદિવસનો કોઈ ઉત્સાહ નથી. આજના દિવસે ઘર બહાર ન નીકળી શકવાનું તેને દુઃખ છે. જો કે પોલીસે આનો કોઈ ઉપાય નથી તેમ કહીને ફોન મૂકી દીધો. ત્યારપછી જે થયું તેણે સૌ કોઈને ચોંકાવી દીધા.
પિતાના ફોન મુકયાની થોડી મિનિટો બાદ એક સાથે પોલીસની સાત ગાડીઓ આવે છે. અને હેપ્પી બર્થડે ટુ યુ નું ગીત વગાડીને બાળકને અભિનંદન પાઠવીએ નીકળી જાય છે. આ દ્રશ્યએ સૌ લોકોને ભાવવિભોર કરી દીધા હતા. જો કે આ વિડીયો હાલ સોશિયલ સાઇટ્સ ઉપર ખુબ જ ફેલાયો છે. જેને અમેરિકન પોલીસના પણ વખાણ કર્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

https://youtu.be/c6dAdyt91T4

 

ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદના સીટી વિસ્તારમા આખે આખી પોળો ક્વોરેન્ટાઇન કરવી પડે તેવી સ્થિતિ

આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા