Face Of Nation 03-03-2022 : યુક્રેન સાથેના યુદ્ધ અને તે પછીના પ્રતિબંધો વચ્ચે, રશિયાએ યુએસ, યુકે અને જાપાનના ધ્વજ હટાવી દીધા, પરંતુ તેના સ્પેસ રોકેટ પર ભારતીય ત્રિરંગો યથાવત રાખ્યો છે. રશિયા-યુક્રેન વચ્ચેના આજે આઠમો દિવસ છે. સમગ્ર વિશ્વ અત્યારે આ યુદ્ધ બંધ કરાવવા માટે એકજુથ થઈ રહ્યું છે. બ્રિટન, અમેરિકા જેવા મોટા રાષ્ટ્રો દ્વારા રશિયા પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે રશિયા દ્વારા તેના સ્પેસ રોકેટ પર ભારતનો રાષ્ટ્રધ્વજ અકબંધ રાખવામાં આવ્યો છે અને અમેરિકા અને બ્રિટનના રાષ્ટ્રધ્વજને હટાવી લેવામાં આવ્યો છે. ભારત પર હાલમાં રશિયા વિરુદ્ધ જવા માટે વૈશ્વિક દબાણ સતત વધી રહ્યું છે.
ભારતીય રાષ્ટ્રધ્વજ અકબંધ રાખ્યો
રશિયન સ્પેસ રોકેટને ફરીથી રંગવાનો એક વીડિયો ટ્વીટર શેર કર્યો છે અને કેપ્શનમાં કહ્યું કે તે કેટલાક રાષ્ટ્રધ્વજ વિના વધુ સુંદર દેખાશે. રશિયા-યુક્રેન યુદ્ધ હવે અવકાશમાં પહોંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રશિયાએ તેના સ્પેસ રોકેટ પર યુએસ, યુકે અને જાપાનના ધ્વજને આવરી લેવા માટે સ્પેસ રોકેટને ફરીથી નવા રંગ સાથે પેઈન્ટ કર્યું છે. જોકે રશિયાએ રોકેટ પર ભારતીય રાષ્ટ્રધ્વજ અકબંધ રાખ્યો હતો. રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે રોકેટને ફરીથી પેઈન્ટ કર્યું છે અને કહ્યું છે કે રોકેટ કેટલાક રાષ્ટ્રધ્વજ વિના વધુ સુંદર દેખાશે.
કેટલાક દેશોના રાષ્ટ્રધ્વજ વિના, અમારું રોકેટ વધુ સુંદર દેખાશે : દિમિત્રી રોગોઝિન
રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસમોસના વડા દિમિત્રી રોગોઝિને ગઈકાલે રશિયન સ્પેસ રોકેટ પર દોરવામાં આવેલા ચોક્કસ ધ્વજને આવરી લેતા વર્કર્સનો એક વીડિયો શેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા રોગોઝિને લખ્યું કે, “સતાધારીઓએ એક નિર્ણય લીધો છે કે કેટલાક દેશોના રાષ્ટ્રધ્વજ વિના, અમારું રોકેટ વધુ સુંદર દેખાશે.” યુક્રેન પર રશિયાના આક્રમણને લઈને યુએસ, યુકે અને જાપાન દ્વારા રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી આ નિર્ણય રશિયા દ્વારા લેવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).